<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

પૂજા ખેડકરની IASની નોકરી ગઈ : UPSCએ કેન્સલ કરી:હવે પરીક્ષા નહીં આપી શકે

યુપીએસસી (યુપીએસસી)એ પૂજા ખેડકરની ઉમેદવારી રદ કરી : ભવિષ્યની તમામ પરીક્ષાઓમાં બેસવા દેવા પર પ્રતિબંધ મૂકી દીધો

મુંબઈ :ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરની શાન હવે ઠેકાણે આવી ગઈ છે. મહારાષ્ટ્રમાં નકલી વિકલાંગતા પ્રમાણપત્ર મેળવીને સિવિલ સર્વિસમાં જોડાનાર ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરાઈ છે. યુપીએસસી (યુપીએસસી)એ પૂજા ખેડકરની ઉમેદવારી રદ કરી નાખી છે અને તેને ભવિષ્યની તમામ પરીક્ષાઓમાં બેસવા દેવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

પૂજા ખેડકર પર નકલી પ્રમાણપત્ર મેળવીને આઈએએસની નોકરીમાં સામેલ થવાનો આરોપ છે.

પૂજા ખેડકર 2022 બેચની IAS ઓફિસર છે. તેણે ઓલ ઈન્ડિયા રેન્ક 841 મેળવીને UPSC પરીક્ષા પાસ કરી. હાલમાં તે ટ્રેઇની પીરિયડમાં છે અને તેનું પોસ્ટિંગ મહારાષ્ટ્રના પુણેમાં કરવામાં આવ્યું હતું, પરંતુ વિવાદ સામે આવ્યા બાદ તેની બદલી વાશીમ કરવામાં આવી છે.


 

(7:59 PM IST)