તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 31st July 2024
દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ: જોરદાર પવન અને વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો
દિલ્હી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ સહિતના પર્વતીય રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી

નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને એનસીઆરના લોકોને વધતા પારો, ગરમી અને ભેજથી મોટી રાહત મળી છે. બુધવારે સાંજે ધૂળિયા વાવાઝોડા બાદ ભારે પવન સાથે કાળા વાદળો છવાતા ભારે વરસાદ થયો હતો. જેના કારણે તાપમાનમાં 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો છે.
છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા શહેરોમાં લોકો ગરમી અને ભેજથી ત્રસ્ત હતા. IMD એ પહેલા જ કહ્યું હતું કે બુધવારે દિલ્હી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ સહિતના પર્વતીય રાજ્યોમાં મુશળધાર વરસાદ પડશે.
બુધવારે સાંજ પડતાં જ વાદળો ઘેરાવા લાગ્યા હતા. પવનના જોરદાર ઝાપટાં સાથે વીજળીના ચમકારા અને મુશળધાર વરસાદ થયો હતો. જેના કારણે એક તરફ દિલ્હીના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે
બીજી તરફ ઓફિસથી પરત ફરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામ છે. ઓફિસમાંથી ઘરે પરત ફરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા દિવસભર વાદળોની સંતાકૂકડી ચાલુ રહી હતી. જોકે, હવામાન વિભાગે 2 ઓગસ્ટ સુધી દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરી હતી.
(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
