News of Wednesday, 31st July 2024
રૂરકીમાં મોટી દુર્ઘટના: વરસાદને કારણે મકાન ધરાશાયી: 12 લોકો દટાયા: 2 બાળકોના મોત
બહાદરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ભારાપુર ગામ પાસે આ મકાન ધરાશાયી થયું

રૂડકીમાં એક દુ:ખદ અકસ્માત સર્જાયો છે. અહીં વરસાદના કારણે એક મકાન ધરાશાયી થયું હતું. આશંકા છે કે લગભગ 12 લોકો ઘરના કાટમાળ નીચે ફસાયા છે. બહાદરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ભારાપુર ગામ પાસે આ મકાન ધરાશાયી થયું છે.
મળતી માહિતી મુજબ, કાટમાળ નીચે દબાઈ જવાને કારણે બે બાળકોના મોત થયા છે, જ્યારે સ્થળ પર હાજર ગ્રામજનો કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અકસ્માતની માહિતી મળતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
મકાન ધરાશાયી થવાના અવાજથી ગ્રામજનો ગભરાઈ ગયા હતા અને બૂમો પાડી હતી. આ અકસ્માતમાં 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
