તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 31st July 2024
મણિકા બત્રા પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવાની રેસમાંથી બહાર
મનિકા બત્રાને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની મુ હિરાનોના હાથે હારનો સામનો કરવો પડ્યો

નવી દિલ્હી : પેરિસ ઓલમ્પિકમાં મનિકા બત્રાને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની મુ હિરાનોના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે તે પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવાની રેસમાંથી બહાર થઈ ગઈ છે. હિરાનોએ તેને 4-1થી હરાવ્યો હતો,
જોકે આ દરમિયાન બંને વચ્ચે રોમાંચક મેચ જોવા મળી હતી. મનિકાએ ઘણી વખત રમતમાં લીડ લીધી પરંતુ તે તેનો ફાયદો ઉઠાવી શકી નહીં, જેના પરિણામે તે એક પછી એક સેટ ગુમાવતી રહી. તમને જણાવી દઈએ કે હિરાનો સામે તેનો રેકોર્ડ પહેલા પણ સારો રહ્યો નથી. મનિકા આજ સુધી હિરાનો સામે એક પણ મેચ જીતી શકી નથી. એટલું જ નહીં, તે કોઈપણ મેચમાં વધુમાં વધુ એક સેટ જીતવામાં સફળ રહી હતી.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
