તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 31st July 2024
છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને બેટ્સમેન થયો 'પાગલ': હવામાં ફેંક્યું બેટ : અમ્પાયર થયા ઘાયલ
બેટ હવામાં ફેંક્યું અને તે પડતાની સાથે જ તે નોન-સ્ટ્રાઈકરના છેડે ઉભેલા અમ્પાયરના પગ સાથે અથડાયું

ઝિમ્બાબ્વેની ડોમેસ્ટિક ક્રિકેટમાં સોગો રેન્જર્સ અને રેઈનબો-1 ટીમ વચ્ચે 45-45 ઓવરની મેચ રમાઈ હતી. જેમાં પ્રથમ બેટિંગ કરતા સોગો રેન્જર્સે 44.1 ઓવરમાં 229 રન બનાવ્યા હતા. તેનો પીછો કરવા આવેલી રેઈનબો ટીમે 44.5 ઓવરમાં 226 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં તેને જીતવા માટે છેલ્લા બોલ પર ચાર રન બનાવવાના હતા.
રોમાંચક મેચમાં બંને ટીમના ખેલાડીઓના હૃદયના ધબકારા વધી રહ્યા હતા. આવી સ્થિતિમાં બોલર રેયાન બર્લે છેલ્લો બોલ ફેંકતા જ બેટ્સમેન ફ્રાન્સિસ સેન્ડે પોતાનું બેટ ખોલીને સિક્સર ફટકારી હતી. પોતાની ટીમને જીત અપાવવા માટે સિક્સર ફટકારીને સાન્ડે આનંદથી પાગલ થઈ ગયો. તેણે એટલો બધો જશ્ન મનાવવાનું શરૂ કર્યું કે તેણે પોતાનું બેટ હવામાં ફેંક્યું અને તે પડતાની સાથે જ તે નોન-સ્ટ્રાઈકરના છેડે ઉભેલા અમ્પાયરના પગ સાથે અથડાયું. જેના કારણે તેને ઈજા થઈ હતી. અમ્પાયર પણ દર્દથી નિસાસો નાખતો જોવા મળ્યો હતો. આ પછી પણ સાંડે અટક્યા નહીં. તેણે મેદાનમાં જ ડાન્સ કરવાનું શરૂ કર્યું. તેનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
