<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

વિદેશી બ્રાંચોમાં થયેલા ખર્ચ ઉપર ૩૨ હજાર કરોડની જીએસટી ચોરી માટે ઇન્ફોસીસને કર્ણાટક જીએસટી તરફથી નોટિસ મળી

ઇન્ફોસિસે જવાબ આપી દીધો: કહ્યું કે આવા ખર્ચાઓ ઉપર જીએસટી લાગુ પડતો નથી

ઇન્ફોસિસને જુલાઈ ૨૦૧૭ અને માર્ચ ૨૦૨૨ વચ્ચે ૩૨ હજાર કરોડ રૂપિયાની જીએસટી કરચોરી અંગે કર્ણાટક જીએસટી તરફથી નોટિસ મળી,

ત્રણ મહિનાની કમાણી ઉપર ૩૨૪૦૩ કરોડથી વધુની જીએસટી ચોરીના કેસમાં ઇન્ફોસિસને આવકવેરા વિભાગ તરફથી તેની વિદેશી શાખાઓમાં થયેલા ખર્ચને લઈને આ નોટિસ મળી હોવાનું હિન્દી જનસત્તા નોંધે છે.

કંપનીએ કહ્યું કે તેણે નોટિસનો જવાબ આપી દીધો છે.

ઇન્ફોસીસના જણાવ્યા અનુસાર, "...કંપનીને આ જ બાબતે જીએસટી ઇન્ટેલિજન્સનાં મહાનિર્દેશક તરફથી પણ કારણ બતાવો નોટિસ પણ મળી છે અને કંપની તેનો જવાબ આપવાની પ્રક્રિયામાં છે."

નિયમો મુજબ આવા ખર્ચા ઉપર જીએસટી લાગુ પડતો નથી

(11:21 PM IST)