તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Thursday, 1st August 2024
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી હાહાકાર :કેદારનાથ વિસ્તારમાં વાદળ ફાટ્યું :મંદાકિની નદીના જળસ્તરમાં અચાનક વધારો
પોલીસ-વહીવટની ટીમ ઘટનાસ્થળે:રાત્રે 9 વાગ્યાની આસપાસ અચાનક ભારે વરસાદ બાદ ગૌરીકુંડ પાસે મંદાકિની નદીનું જળસ્તર વધી ગયું:જળસ્તરમાં વધારો થતાં શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ :SDRFને ઘટનાસ્થળે રવાના

ઉત્તરાખંડમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. કેદારનાથ વિસ્તારમાં વાદળ ફાટવાના સમાચાર સામે આવ્યા છે. મંદાકિની નદીના જળસ્તરમાં અચાનક વધારો થયો છે. જોકે પોલીસ-વહીવટની ટીમ ઘટનાસ્થળે હાજર છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાત્રે 9 વાગ્યાની આસપાસ અચાનક ભારે વરસાદ બાદ ગૌરીકુંડ પાસે મંદાકિની નદીનું જળસ્તર વધી ગયું છે. નદીના જળસ્તરમાં વધારો થતાં શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ સર્જાયો છે. આ માહિતી બાદ SDRFને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.
(1:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
