News of Thursday, 1st August 2024
ભારતે માલદીવને મોટી રાહત આપી: બે બંદરોથી આવશ્યક ચીજવસ્તુઓની નિકાસને મંજૂરી આપી
નવેમ્બરથી માલદીવ સાથેના સંબંધોમાં ખટાશ બાદ હવે ભારતે મુઈઝુ સરકારને આપી મોટી રાહત: કંડલા અને વિશાખાપટ્ટનમ બંદરોથી માલદીવમાં આવશ્યક ચીજવસ્તુઓની નિકાસને મંજૂરી

નવી દિલ્હી. નવેમ્બરથી માલદીવ સાથેના સંબંધોમાં ખટાશ બાદ હવે ભારતે મુઈઝુ સરકારને મોટી રાહત આપી છે. ભારત સરકારે માલદીવને નાણાકીય વર્ષ 2024-2025 માટે બે વધારાના બંદરોથી આવશ્યક ચીજવસ્તુઓની નિકાસ કરવાની મંજૂરી આપી છે.
સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ દરમિયાન કંડલા અને વિશાખાપટ્ટનમ બંદરોથી માલદીવમાં આવશ્યક ચીજવસ્તુઓની નિકાસને મંજૂરી આપવામાં આવી છે. આ બે બંદરો સાથે, માલદીવની નિકાસ માટે વપરાતા બંદરોની સંખ્યા હવે છ પર પહોંચી ગઈ છે
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
