<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st August 2024

પીવી સિંધુ પ્રી-ક્વાર્ટર ફાઇનલમા હારી ગઈ :ચીનની હી બિન જિયાઓએ 19-21, 14-21થી પરાજય આપ્યો

ચીનના ખેલાડીએ સતત લીડ મેળવી હતી. સિંધુએ પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પૂરતો ન હતો.

નવી દિલ્હી : પેરિસ ઓલમ્પિકમાં પીવી સિંધુને 16માં રાઉન્ડમાં ચીનની હી બિંગ ઝિયાઓ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ચીનની એથ્લેટે સિંધુને 21-19, 21-14થી પરાજય આપ્યો હતો. બીજી ગેમમાં સિંધુએ શરૂઆતથી જ સરસાઈ મેળવી લીધી હતી

   . જોકે, ચીનના ખેલાડીએ ટૂંક સમયમાં જ સ્કોર 2-2થી બરાબર કરી દીધો હતો. આ પછી ચીનના ખેલાડીએ સતત લીડ મેળવી હતી. સિંધુએ પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પૂરતો ન હતો.

ચીનના હી બિંગ ઝિયાઓએ પહેલો સેટ 21-19થી જીત્યો હતો. એક સમયે પ્રથમ ગેમ 19-19 થી બરાબર રહી હતી. આ પછી ચીનના એથ્લેટે સારું રમીને પ્રથમ ગેમ પર કબ્જો જમાવ્યો હતો

 

. પેરિસ ઓલિમ્પિક્સ 2024 દિવસ 6 લાઇવ અપડેટ્સ: ભારત પેરિસ ઓલિમ્પિક્સ 2024ના છઠ્ઠા દિવસે વધુ ત્રણ મેડલ જીતવાની આશા રાખે છે. ભારતે અત્યાર સુધી માત્ર 3 મેડલ જીત્યા છે. આ ત્રણેય મેડલ બ્રોન્ઝ હતા, જે મનુ ભાકર, સ્વપ્નિલ કુસલે અને સરબજોત સિંહે શૂટિંગમાં જીત્યા હતા. છઠ્ઠા દિવસે ભારતીય ખેલાડીઓ 15 ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે જેમાંથી ભારત પાસે બે ઈવેન્ટમાં મેડલ જીતવાની તક છે

(11:25 PM IST)