News of Friday, 2nd August 2024
પતિની ઈચ્છા પુરી ન કરી તો પત્નીનો પ્રાઈવેટ પાર્ટ સળગાવી દીધો
હૈવાનિયત જોઈ હચમચી ગયા લોકો

મુઝફફરપુર,તા.૨: લગ્ન બાદ પતિ-પત્નીના સંબંધોને દુનિયાનો સૌથી પવિત્ર સંબંધ માનવામાં આવે છે. પણ તે સંબંધની વચ્ચે જયારે પૈસાની લાલચ અને પૈસાની ભૂખ આવી જાય છે તો પછી સંબંધમાં પહેલા જેવી મજા રહેતી નથી. પણ હૈવાનિયતનો સંબંધ બની જાય છે. આવો જ એક કિસ્સો મુઝફફરપુરના સિકંદરપુર ઓપી પોલીસ સ્ટેશનમાંથી સામે આવ્યો છે.
આખી ઘટનાને લઈને પીડિતા અનુરાધા કુમારીએ તિરહુત રેન્જના આઈજીને મળીને એક અરજી આપી છે. જેમાં પીડિત અનુરાધા કુમારીએ જણાવ્યું છે કે, તેના લગ્ન ૨૦૧૩માં હિન્દુ રીતિ રિવાજથી સિકંદરપુર ઓપી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા દીપક પટેલ સાથે થયા હતા. પીડિતાએ જણાવ્યું કે, લગ્નમાં મારા પરિવાર દ્વારા હાલની સ્થિતિ અનુસાર મારા સાસરિયાવાળાને દહેજમાં લાખો રૂપિયા રોકડા અને સામાન આપ્યો હતો. પણ લગ્ન બાદ મને સાસરિયાવાળા દ્વારા સતત દહેજ લાવવાની વાત કહી હતી. જેને લઈને સ્થાનિક સ્તર પર કેટલીય વાર પંચાયત બોલાવી હતી.
પીડિતાએ જણાવ્યું કે, સાસરિયાવાળા માનવા તૈયાર નથી. ફરી એક વાર મારા સાસુ અને સસરા દિયર અને પતિએ મળીને મને પૈસા માટે ખૂબ મારી અને જાનથી મારી નારખવાનો ઈરાદા સાથે મારો પ્રાઈવેટ પાર્ટ સળગાવી દીધો. પીડિતાએ જણાવ્યું કે, હોબાળો થતાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા. જેનાથી મારો જીવ બચી ગયો. જે બાદ આખા મામલાને લઈને સ્થાનિક પોલીસ સ્ટેશન જઈને મેં ફરિયાદ લખાવી. પણ સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા કોઈ કાર્યવાહી કરવામા આવી નહીં, જે બાદ તિરહુત રેન્જના આઈજીને મળીને ન્યાય માટે ભલામણ કરી છે. મને આશા છે કે, મને જરુરથી ન્યાય મળશે.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
