News of Friday, 2nd August 2024
લાહોરમાં ભારે વરસાદ, ૪૪ વર્ષનો રેકોર્ડ તૂટયો

પાકિસ્તાનના લાહોરમાં એક દિવસના ભારે વરસાદે ૪૪ વર્ષનો રેકોર્ડ તોડયો હતો. આ સાથે જ લાહોરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. હોસ્પિટલો અને ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અવિરત વરસાદમાં ત્રણ નાગરિકોના મોત થયા હતા. હવામાન ખાતાની માહિતી મુજબ, લાહોરમાં આવનારા દિવસોમાં વરસાદને કારણે ઝેલમ નખીમાં પૂર આવી શકે છે. પાકિસ્તાનના પંજાબની મુખ્યમંત્રી મરિયમ નવાઝે અધિકારીઓને ૨૪ કલાક સુધી ફીલ્ડમાં રહેવાના આદેશ આપ્યો હતા. આ પહેલા ૨૯ જુલાઇના રોજ ખૈબર પખુનમાં પ્રાંતમાં ભારે વરસાદને કારણે ૨૪ નાગરિકોના મોત થયા હતા.
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
