<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

લગ્ન પછી પેરિસમાં અંબાણી પરિવાર રોકાયો છે તે હોટલના સૌથી સસ્‍તા રૂમનું ભાડુ ૧.૮૦ લાખ

અંબાણી પરિવારના સભ્‍યો પેરિસની ફોર સીઝન્‍સ હોટલ જ્‍યોર્જ વીમાં રોકાયા છે

પેરિસ, તા.૨: હાલ પેરિસમાં ચાલી રહેલો ઓલિમ્‍પિક ખેલોત્‍સવનો રોમાંચ ચરમસીમાએ પહોંચેલો છે. અંબાણી પરિવારના પણ અનેક સભ્‍યો પેરિસ ઓલિમ્‍પિક ૨૦૨૪માં ભાગ લેવા માટે પેરિસમાં છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્‍ટનો હાલમાં જ એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં મુકેશ અંબાણી, તેમની પુત્રી ઈશા અંબાણી અને તેમના પતિ આનંદ પીરામલ સાથે પેરિસની એક રેસ્‍ટોરામાંથી બહાર નીકળતા જોવા મળ્‍યા. આ બધા વચ્‍ચે રિપોર્ટ્‍સમાં એવું કહેવાયું છે કે અંબાણી પરિવારના સભ્‍યો પેરિસની ફોર સીઝન્‍સ હોટલ જ્‍યોર્જ વીમાં રોકાયા છે. અત્રે જણાવવાનું કે નીતા અંબાણી આંતરરાષ્‍ટ્રીય ઓલિમ્‍પિક સમિતિ (IOC)ના સભ્‍ય છે.

મુકેશ અંબાણી અને એમનો પરિવાર હાલમાં પેરિસમાં છે. તેઓ પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્‍પિકની મજા લઈ રહ્યાં છે. અનંત રાધિકા પણ લગ્ન બાદ ફેમિલી સાથે પેરિસની એક હોટલમાં રોકાયા છે.

મીડિયા રિપોર્ટસનું માનીએ તો પેરિસમાં રહેતો અંબાણી પરિવાર અહીં ફોર સિઝન્‍સ જ્‍યોર્જ પંચમ હોટલમાં રોકાયો છે. ઘણીવાર આ પરિવારને આ હોટલમાં રોકાતો જોવા મળ્‍યો છે. આ એક ફાઈવ સ્‍ટાર હોટલ છે. મુકેશ અંબાણી એમની પત્‍ની નીતા અંબાણી શુક્રવારે ઓલિમ્‍પિક ઉદઘાટન સમારાહોમાં એમની દીકરી અને જમાઈ સાથે જોવા મળ્‍યા હતા. જેઓ એક સાથે પેરિસમાં ગયા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ન્‍યું મેરિટ કપલ પણ એક સાથે જોવા મળ્‍યું છે. રાધિકા મર્ચન્‍ટ અને અનંત અંબાણીને જ્‍યોર્જ પંચમ હોટલમાં એન્‍ટ્રી કરતા જોવા મળી રહ્યાં છે. નીતા અંબાણીને પણ આ જ હોટલમાંથી બહાર નીકળતા જોવા મળ્‍યા હતા. આ એક ફાઈવ સ્‍ટાર હોટલ છે.

રિલાયન્‍સ ફાઉન્‍ડેશનના ચેરપર્સન નીતા અંબાણીની ૧૪૨માં આઈઓસી સત્રમાં ભારત તરફથી આંતરરાષ્‍ટ્રીય ઓલિમ્‍પિત સમિતીના સદસ્‍ય તરીકે નિમણુંક થઈ છે. એક અન્‍ય વીડિયોમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીને હોટલમાં પ્રવેશ કરતા જોવા મળ્‍યા હતા.

ફોર સિઝન્‍સ હોટલ જ્‍યોર્ડ પંચમ પેરિસની સૌથી પ્રતિષ્ઠિત હોટલોમાંથી એક છે. પેરિસમાં આ હોટલને આઈકોન કહેવામાં આવે છે. જેનું એક રાતનું ભાડું અધધ... છે.

હોટલની વેબસાઈટ જોઈએ તો અહીં સૌથી સસ્‍તો રૂમ ૧.૮૦ લાખમાં મળે છે. જોકે, પેરિસ ઓલિમ્‍પિકને કારણે હાલમાં ભાવ ડબલ થઈ ગયો છે.

(9:36 AM IST)