<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

ચક્રવ્‍યૂહવાળા ભાષણ બાદ ED રેડની તૈયારીમાં : રાહુલ ગાંધીનો આરોપ

૨ ઇન ૧ને મારું ચક્રવ્‍યૂહ ભાષણ પસંદ નથી આવ્‍યું : ઇડીના ‘અંદરના લોકો'એ મને જણાવ્‍યું કે રેડ પાડવાની યોજના બનાવવામાં આવી રહી છે : હું હાથ ફેલાવીને ઇડીની રાહ જોઈ રહ્યું છું, ચા અને બિસ્‍કીટ મારા તરફથી

નવી દિલ્‍હી, તા.૨: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે મોટો દાવો કરતા કહ્યું કે એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ (ED) સંસદમાં તેમના ‘ચક્રવ્‍યૂહ' ભાષણ પછી તેમના પર રેડ પાડવાની યોજના બનાવી રહી છે. કોંગ્રેસ સાંસદે દાવો કર્યો કે ઇડીના ‘અંદરના લોકો'એ આ વિશે જાણકારી આપી છે. એક્‍સ પર એક પોસ્‍ટમાં રાહુલ ગાંધીએ કહ્યું, દેખીતું છે, ૨ ઇન ૧ને મારું ચક્રવ્‍યૂહ ભાષણ પસંદ નથી આવ્‍યું. ઇડીના ‘અંદરના લોકો'એ મને જણાવ્‍યું કે રેડ પાડવાની યોજના બનાવવામાં આવી રહી છે. હું હાથ ફેલાવીને ઇડીની રાહ જોઈ રહ્યું છું, ચા અને બિસ્‍કીટ મારા તરફથી.

ખરેખર ૨૯ જુલાઈએ લોકસભામાં કેન્‍દ્રીય બજેટ ૨૦૨૪ પર બોલતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે દેશના ખેડૂતો, મજૂરો અને યુવાનો ડરેલા છે. તેમણે કમળના પ્રતીકને પ્રમુખતાથી પ્રદર્શિત કરવા માટે પીએમ મોદીની આલોચના કરી અને દાવો કર્યો કે ૨૧મી સદીમાં એક નવું ચક્રવ્‍યૂહ બનાવવામાં આવ્‍યું છે.

રાહુલ ગાંધીએ કહ્યું, જે ‘ચક્રવ્‍યૂહ' બનાવવામાં આવ્‍યું છે. તેના કારણે લોકોને કરોડોનું નુકસાન થયું છે. અમે આ ચક્રવ્‍યૂહને તોડીશું. આને તોડવાનો સૌથી મોટો રસ્‍તો જાતિની વસ્‍તી ગણતરી છે. જેનાથી તમે બધા ડરો છો. I.N.D.I.A આ ગળહમાં બાંયધરીકળત કાનૂની MSP પસાર કરશે. અમે આ ગળહમાં જાતિ ગણતરી પાસ કરીને તમને બતાવીશું.

મહાભારત યુદ્ધના ચક્રવ્‍યૂહની સંરચનાનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે તેમાં ભય, હિંસા હોય છે અને અભિમન્‍યુને ફસાવીને છ લોકોએ તેની હત્‍યા કરી નાખી. ચક્રવ્‍યૂહને પદ્મવ્‍યુહ ગણાવતા તેમણે કહ્યું કે તે ઉંધા કમળ જેવું હોય છે. રાહુલે કહ્યું, એક નવું ચક્રવ્‍યૂહ તૈયાર થયું છે, તે પણ કમળના આકારમાં છે, જેને પીએમ મોદી આજકાલ છાતી પર લગાવીને ફરે છે. અભિમન્‍યુને ૬ લોકોએ માર્યો હતો, જેમના નામ દ્રોણ, કર્ણ, કળપાચાર્ય, કળતવર્મા, અશ્વસ્‍થામા અને શકુની હતા. આજે પણ ચક્રવ્‍યૂહની વચ્‍ચે ૬ લોકો છે. ચક્રવ્‍યૂહની મધ્‍યમાં ૬ લોકો કંટ્રોલ કરે છે, જેવી રીતે એ સમયે ૬ લોકો કંટ્રોલ કરતા હતા, એમ આજે પણ ૬ લોકો કંટ્રોલ કરી રહ્યા છે.

રાહુલ ગાંધીના આ નિવેદન પર લોકસભાના અધ્‍યક્ષ ઓમ બિરલાએ તેમને ટોકયા અને તેમને યાદ અપાવ્‍યું કે જે વ્‍યક્‍તિ આ ગળહના સભ્‍ય નથી તેનું નામ ન લેવું જોઈએ. આના પર રાહુલ ગાંધીએ કહ્યું કે જો તેઓ ઇચ્‍છે છે કે તે અજિત ડોભાલ, અદાણી અને અંબાણીના નામ ન લે, તો તે નહીં લે.

(9:39 AM IST)