News of Friday, 2nd August 2024
NEETમાં ૭૨૦માંથી ૭૦૫ અંક મેળવનારી ગુજરાતી છોકરી ધો. ૧૨માં ફેલ : પૂરક પરીક્ષામાં પણ નાપાસ
NEET સ્કોરની વેલેડિટી પર વધુ એક સવાલ ઉઠયો

નવી દિલ્હી તા. ૨ : NEET UG ૨૦૨૪ એક્ઝામને વેલ્યુએબલ મેડિકલ પ્રવેશ પરીક્ષા પર સતત સવાલો ઊઠી રહ્યા છે. પેપર લીક મામલે ઘણી બધી એન્ટ્રન્સ એક્ઝામની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન લગાડી દીધું છે. પેપર લીક મુદ્દે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી અને એક્ઝામ કેન્સલ ન કરવાનાં નિર્ણય પછી વિદ્યાર્થીઓ પોતાને જ સાંત્વના આપી રહ્યા છે કે કદાચ બઉ મોટા સ્કેમનો આ મામલો નથી, પરંતુ હવે જે સમાચાર આવ્યા છે એના લીધે NEETની વિશ્વસનિયતા પર ફરી એકવાર સવાલ ઊઠી ગયો છે.
એક ગુજરાતની વિદ્યાર્થીનીએ નીટની પરીક્ષામાં ૭૨૦માંથી ૭૦૫ અંક મેળવ્યા હતા પરંતુ ૧૨ સાયન્સની બોર્ડ એક્ઝામમાં ફેલ થઈ ગઈ છે. એટલું જ નહીં આ વિદ્યાર્થીનીએ સપ્લીમેન્ટ્રી કમ્પાર્ટમેન્ટ એક્ઝામથી પણ બોર્ડ એક્ઝામ પાસ કરવાનો પ્રયત્ન કર્યો અને તેમા પણ તે ફેલ જ થઈ ગઈ હતી. હવે સવાલ એ ઊઠે છે કે જે નીટમાં આટલુ શાનદાર પ્રદર્શન કરીને આવી હોય તે ૧૨ સાયન્સ બોર્ડની પરીક્ષામાં કેવી રીતે ફેલ થઈ શકે છે.
ગુજરાતની એક વિદ્યાર્થિનીએ નીટમાં ૭૨૦માંથી ૭૦૫ માર્ક્સ મેળવ્યા હોવા છતાં તે ૧૨ સાયન્સ બોર્ડની પરીક્ષામાં તો ફેલ થઈ ગઈ છે. બોર્ડની પરીક્ષામાં NEET ટોપર વિદ્યાર્થીની નાપાસ થવાની આ ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે કારણ કે આ બાબત અશક્ય લાગે છે અને NEETમાં ગેરરીતિઓ સાથે સંબંધિત પણ લાગી રહી છે. આ વિદ્યાર્થીની માર્ચમાં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના પેપરમાં નાપાસ થઈ હતી.
આ પછી જૂનમાં તેણે ગુજરાત બોર્ડની પૂરક પરીક્ષા આપી હતી. આ પરીક્ષા એવા વિદ્યાર્થીઓને બીજી તક આપે છે જેઓ ત્રણ વિષયોમાં નાપાસ થયા હોય. પરંતુ તે ભૌતિકશાષા પાસ કરી શકી નહીં અને તેથી ધોરણ ૧૨માં નાપાસ થઈ ગઈ છે. પૂરક પરીક્ષામાં તેને ભૌતિકશાષામાં માત્ર ૨૨ માર્કસ મળ્યા હતા, જયારે પહેલા પ્રયાસમાં તેને ૨૧ માર્કસ મળ્યા હતા.
રસાયણશાષામાં, તેણે બીજા પ્રયાસમાં બરાબર ૩૩ માર્ક્સ મેળવ્યા જે પાસિંગ માર્કસ છે. માર્ચની પરીક્ષામાં તેને કેમેસ્ટ્રીમાં માત્ર ૩૧ માર્ક્સ મળ્યા હતા. હવે તેવામાં પૂરક પરીક્ષાના પરિણામોએ તેના NEETના સ્કોર પર ગંભીર શંકા પણ વ્યક્ત કરી છે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
