<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

બે હજારની ૯૮ ટકા નોટ બેન્‍કોમાં પરત

૭૪૦૯ કરોડની નોટ બાકી !

મુંબઇ, તા.૨૨૦૦૦ રૂપિયાની લગભગ ૯૮ ટકા (૯૭.૯૨%) નોટ બેન્‍કિંગ સિસ્‍ટમમાં પરત આવી ગઇ છે. જોકે, હજું પણ ૭,૪૦૯ કરોડ રૂપિયાની ચલણી નોટો માર્કેટમાં છે.ભારતીય રિઝર્વ બેન્‍કે ગુરુવારે જણાવ્‍યું હતું કે બે હજાર રૂપિયાની ૯૭.૯૨ ટકા નોટ બેન્‍કિંગ સિસ્‍ટમમાં પરત ફરી છે અને પરત લેવાયેલી નોટોમાથી માત્ર ૭,૪૦૯ કરોડ રૂપિયા જ જનતા વચ્‍ચે બચી છે.

૧૯ મે, ૨૦૨૩ના રોજ ભારતીય રિઝર્વ બેન્‍કએ ૨૦૦૦ રૂપિયાની બેન્‍કનોટોને ચલણમાંથી પરત લેવાની જાહેરાત કરી હતી. તે દિવસે ચલણમાં રહેલી બે હજારની નોટોનું મૂલ્‍ય દિવસનો કારોબાર બંધ થવા પર ૩.૫૬ લાખ કરોડ રૂપિયા હતું. ૩૧ જુલાઇ ૨૦૨૪ના રોજ કારોબાર બંધ થવા પર તે ઘટીને ૭,૪૦૯ કરોડ રૂપિયા થઇ ગયું હતું. ૨૦૦૦ રૂપિયાની બેન્‍કનોટોને જમા કરવા અને અથવા બદલવાની સુવિધા ૭ ઓક્‍ટોબર, ૨૦૨૩ સુધી દેશની તમામ બેન્‍ક શાખાઓમાં ઉપલબ્‍ધ હતી.

(10:51 AM IST)