News of Friday, 2nd August 2024
યુએસ પ્રમુખ જો બાઈડેને કેરળના વાયનાડમાં થયેલા ભૂસ્ખલને લઈને શોકની લાગણી વ્યક્ત કરી
તેમણે સેનાના સભ્યો અને કર્મચારીઓની બહાદુરીની પણ પ્રશંસા કરી જેમણે જટિલ બચાવ કામગીરી હાથ ધરી હતી

નવી દિલ્હી : યુએસ પ્રમુખ જો બાઈડેને ગુરુવારે કેરળના વાયનાડમાં થયેલા ભૂસ્ખલને લઈને શોક વ્યક્ત કર્યો હતો. તેમણે સેનાના સભ્યો અને કર્મચારીઓની બહાદુરીની પણ પ્રશંસા કરી હતી. જેમણે જટિલ બચાવ કામગીરી હાથ ધરી હતી. વાયનાડમાં મંગળવારે થયેલા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 190 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. કાટમાળ હટાવ્યા બાદ આ સંખ્યામાં હજુ વધારો થવાની શક્યતા છે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
