News of Friday, 2nd August 2024
ક્રોધ ઝેર છે તો ક્ષમા અમૃત છેઃ પુ.મોરારીબાપુ
યુનોમાં આયોજીત ‘‘માનસ વસુદ્યૈવ કુટુંબકમ'' શ્રી રામકથાનો આજે સાતમો દિવસ

રાજકોટ તા.રઃ પુ.મોરારીબાપુના વ્યાસાસને યુનોમાં આયોજીત ‘‘માનસ વસુદ્યૈવ કુટુંબકમ'' શ્રી રામકથાનો આજે સાતમો દિવસ છે.
પુ.મોરારીબાપુએ શ્રીરામકથામાં કહયું હતું કે સાથે ચાલો, સાથે બોલો, તમારાં બધાનાં મનને એક સંમતિથી રહેવા દો જેમ દેવતાઓ વેદના જે ભાગને મનથી ઉપાસના કરતા હતા તેમની પાસે એક જ મંત્ર, એક જ મન, એક જ ચિત્ત છે. હું એ જ મંત્રનો હવન કરું છું, તમારો સંકલ્પ પણ એક બનાવો. તમારા બધાનું મન પણ એક બનાવો, બધાના વિચારો એક બનાવો કે જેથી બધા રાજી ખુશી સંમત થાય.
પુ.મોરારીબાપુએ વધુમાં કહયું કે, ક્રોધ ઝેર છે તો ક્ષમા અમૃત છે. કઠોરતા ઝેર છે. શ્રાપ ઝેર છે તો દયા અમળત છે. અસંતોષ ઝેર છે તો સંતોષ અમળત છે. સતીએ શિવજીને રામ વિશે અને રામ અવતાર શા માટે લ્યે છે એ પૂછયું. શિવજી કહે છે કે, નિરાકાર પરમાત્મા સાકાર શા માટે થાય છે એનું ઇદમિથ્ય-આમ જ છે એ ન કહી શકાય છતાં પાંચ કારણ બતાવ્યાં છે. પરમાત્મા દેશ, કાળ, પાત્ર.. અનુસાર વિવિધ સ્થાનો પર અવતરે છે પાચે કારણ બતાવતા બાપુએ કહ્યું કે, આ પાંચ વસ્તુ-શબ્દ, રૂપ, રસ, સ્પર્શ, ગંધ. આનાથી રામ પણ પ્રગટ થાય, રાવણ પણ પ્રગટ થઈ શકે. જય-વિજયના શબ્દો, જલંધરનો સ્પર્શ, નારદનું વિશ્વમોહિની રૂપે, મનુ-શતરૂપાના તપ-ભક્તિરસ અને પ્રતાપભાનુના બ્રાહ્મણોનાં ભોજનમાં ગંધ - આ પાંચ ઇન્દ્રિય રાવણત્વ કે રામ પ્રાગટયની કારણો બને છે. બધાં કારણોની વિસ્તળત સંવાદી ચર્ચા કરી દુનિયામાં પહેલીવાર યુનોની ભૂમિ પરથી સમસ્ત જગતને રામજન્મની વધાઈ અપાઈ હતી.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
