News of Friday, 2nd August 2024
બોર્ડ પર લટકીને યુવકે કર્યા પુલ-અપઃ ખતરનાક વિડીયો વાયરલ

નવી દિલ્હીઃ આજની યુવા પેઢી ફિટનેસને લઈને ઘણી સભાન બની ગઈ છે. મોટાભાગના યુવાનો પોતાને ફિટ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણા લોકો કસરત કરવા માટે જીમમાં જાય છે તો કેટલાક લોકો પાર્કમાં જઈને દોડીને કસરત કરે છે.
તમે જીમમાં જાવ કે ઘરે કસરત કરો, તમારે બે કસરત કરવી જ જોઈએ. દરેક વ્યક્તિ પોતાને ફિટ રાખવા માટે પુશ-અપ્સ અને પુલ-અપ્સ કરે છે. પરંતુ શું તમે કયારેય કોઈને રસ્તાની બાજુના ઊંચા સાઈન બોર્ડ પર લટકીને પુલ-અપ્સ કરતા જોયા છે? પરંતુ હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ આવું કરતો જોવા મળી રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક છોકરો સાઈન બોર્ડનો સળિયો પકડીને લટકી રહ્યો છે અને ત્યાં પુલ-અપ્સ કરી રહ્યો છે. આ કરવું ખૂબ જ ખતરનાક છે કારણ કે જો તમે તમારો હાથ છોડો છો, તો તમે નીચે પડી જાઓ તો તમારું મળત્યુ પણ થઈ શકે છે.આ વીડિયોને latkana.page નામના પેજ પરથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને ૩ લાખ ૨૨ હજાર લોકો જોઈ ચૂકયા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- આના પર કાર્યવાહી થવી જોઈએ. અન્ય યુઝરે લખ્યું- આ થોડું કેઝ્યુઅલ છે. ત્રીજા યુઝરે લખ્યું- તે ઓડિશાનો છે, તેને હળવાશથી ન લો. ઘણા યુઝર્સે હસતા ઇમોજી શેર કર્યા છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
