<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના તણાવની અસર ભારત પર દેખાવા લાગી : એર ઈન્ડિયાએ ઈઝરાયેલ માટેની તમામ ફ્લાઈટ્સ 8 ઓગસ્ટ સુધી રદ કરી

એર ઈન્ડિયા કંપની ઈઝરાયેલની સ્થિતિ પર નજર રાખી રહી છે : કંપનીએ કહ્યું કે મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા

 નવી દિલ્હી તા.૨ :  ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે એર ઈન્ડિયાએ ઈઝરાયેલ માટે તેની તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. શુક્રવારે એરલાઈને માહિતી આપી હતી કે 8 ઓગસ્ટ સુધીની તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. કંપનીએ વધુમાં જણાવ્યું કે તેલ અવીવની ફ્લાઈટ્સ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.

 એર ઈન્ડિયા

કંપની ઈઝરાયેલની સ્થિતિ પર નજર રાખી રહી છે. કંપનીએ કહ્યું કે મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે.

 

ઈરાને ઈઝરાયેલ પર હુમલો કરવાની ધમકી આપી છે

તમને જણાવી દઈએ કે તેહરાનમાં હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાના મોત બાદ ઈરાને ખુલ્લેઆમ ઈઝરાયેલને હુમલાની ચેતવણી આપી છે. ઈરાનની ચેતવણી બાદ મધ્ય એશિયા ક્ષેત્રમાં સ્થિતિ તંગ છે. તે જ સમયે, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગયા વર્ષે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે.

(4:29 PM IST)