<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

મધ્યપ્રદેશના સીધીમાં પેશાબ કૌભાંડમાં નેહાસિંહ રાઠોડને સુપ્રિમ કોર્ટનો ફટકો

ફરિયાદ રદ કરવા મુદ્દે કોઇ રાહત નહીં

નવી દિલ્હી,તા. ૨: મધ્યપ્રદેશના સીધીમાં પેશાબ કૌભાંડને લઈને ભોજપુરી લોક ગાયિકા નેહા સિંહ રાઠોડ દ્વારા કરવામાં આવેલી ટ્વિટમાં કોઈ રાહત મળી નથી. મધ્યપ્રદેશમાં નેહા સિંહ રાઠોડ વિરુદ્ઘ સોશિયલ મીડિયા પોસ્ટને લઈને FIR નોંધવામાં આવી હતી, જેને રદ કરવા માટે તેણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જો કે લોક ગાયકને સુપ્રીમ કોર્ટ તરફથી જોરદાર ફટકો પડ્યો છે.

FIR રદ કરવાની માંગ કરતી રાઠોડની અરજી પર સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ સરકાર અને ફરિયાદીઓને નોટિસ પાઠવી હતી. તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે હાલમાં નેહા સિંહ રાઠોડ વિરુદ્ઘ ચાલી રહેલી તપાસ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. નેહા સિંહ રાઠોડે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

જૂનની શરૂઆતમાં, મધ્યપ્રદેશ હાઈકોર્ટે મધ્યપ્રદેશના સિધી જિલ્લામાં પેશાબ કૌભાંડને લઈને ભોજપુરી લોક ગાયક દ્વારા કરવામાં આવેલી ટ્વિટ સામે નોંધાયેલી એફઆઈઆરને રદ કરવાનો ઇનકાર કર્યો હતો.

(4:39 PM IST)