તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 5th August 2024
વાયનાડમાં ભૂસ્ખલનમાં માર્યા ગયેલા અજાણયા લોકોના મૃતદેહોના પુથુમાલા કબ્રસ્તાનમાં સામૂહિક અગ્નિસંસ્કાર
તમામ ધર્મોની પ્રાર્થના અને અંતિમ સંસ્કારની વિધિ વચ્ચે મૃતદેહોને દફનાવવામાં આવ્યા

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી લોકોને અવિસ્મરણીય દુઃખ થયું છે. કાટમાળમાંથી મૃતદેહો શોધવાની પ્રક્રિયા ચાલુ છે. ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં રવિવારે છઠ્ઠા દિવસે બચાવ કામગીરી ચાલુ રહી હતી. સત્તાવાળાઓએ મૃતદેહોને શોધી કાઢવાના પ્રયાસો તેજ કર્યા છે અને જિલ્લા વહીવટીતંત્રે જીવ ગુમાવનારા અજાણ્યા લોકોના મૃતદેહની સામૂહિક દફનવિધિ હાથ ધરી છે. દરમિયાન આ દુર્ઘટનામાં જે લોકોએ પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે. સરકાર તેમના પુનર્વસનમાં મદદ કરી રહી છે.
મહેસૂલ મંત્રી કે. રાજને કહ્યું કે અજાણ્યા, દાવો ન કરાયેલ મૃતદેહો અને માનવ અંગોને સામૂહિક દફન કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે એક દિવસ પહેલા પાંચ મૃતદેહોને દફનાવવામાં આવ્યા હતા અને રવિવારે હેરિસન્સ મલયાલમ લિમિટેડની જમીન પર તૈયાર કબરોમાં વધુ આઠ મૃતદેહોને દફનાવવામાં આવ્યા હતા. જમીનનો આ ભાગ મૃતદેહોને દફનાવવા માટે જ સંપાદિત કરવામાં આવ્યો છે. તમામ ધર્મોની પ્રાર્થના અને અંતિમ સંસ્કારની વિધિ વચ્ચે મૃતદેહોને દફનાવવામાં આવ્યા હતા.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
