<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

વાયનાડ કરુણાંતિકાને પગલે કેન્દ્ર સરકારે જાહેર કર્યું ડ્રાફ્ટ નોટિફિકેશન: ગુજરાતના 3 જિલ્લાના 64 ગામ સંવેદનશીલ

ગુજરાતના ડાંગ, નવસારી અને સુરત એમ ત્રણ જિલ્લાના ૯૪ ગામોનો કુલ ૪૪૯ ચોરસ કિલોમીટરનો વિસ્તાર સમાવિષ્ટ

નવી દિલ્હી : વાયનાડની કરૂણાંતિકાને પગલે કેન્દ્ર સરકારે આખરે ડ્રાફ્ટ નોટિફેકેશન જારી કર્યું હતું. રાજ્યમાં 3 જીલ્લાનાં 64 ગામનો 449 ચોરસ કિમી એરિયા પર્યાવરણીય સંવેદનશીલ જાહેર કર્યો છે.

    કેરળના વાઘનાડમાં પલયકારી ભૂસ્ખલનને પગલે વેસ્ટર્ન ઘાટ યાને સહ્યાદ્રીની ગિરિમાળામાં આવતા ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તામિલનાડુ અને કેરળ-૯ રાજ્યોના કુલ ૫૯.૮૨૫.૭૦ ચોરસ કિલોમીટર વિસ્તારને ઇકોલોજીકલી સેન્સિટિવ એરિયા તરીકે વર્ષોથી ડખે ચઢેલું ડ્રાફ્ટ નોટિફિકેશન કેન્દ્ર સરકારે અંતે રાતોરાત ૩૧મી જુલાઈએ બહાર પાડયું છે, જેમાં ગુજરાતના ડાંગ, નવસારી અને સુરત એમ ત્રણ જિલ્લાના ૯૪ ગામોનો કુલ ૪૪૯ ચોરસ કિલોમીટરનો વિસ્તાર સમાવિષ્ટ છે.

    આ કુલ વિસ્તારમાં વાંસદા નેશનલ પાર્ક તથા પૂર્ણા વાઇલ્ડલાઈફ સેન્ચુરી વર્ષોથી સ્થપાયેલા છે. વાંસદા પાર્કનો કુલ ૨૩.૯૯ ચોરસ કિ.મી. વિસ્તાર તથા પૂર્ણા અભયારણ્યનો ૧૬૦.૮૪ ચોરસ કિ.મી. વિસ્તાર તો પહેલેથી જ પ્રતિબંધિત છે. જ્યારે વાંસદા પાર્કની બહારનો ૭૬.૫૯ ચોરસ કિમી વિસ્તાર તથા પૂર્ણા અભયારણ્યની બહારનો ૨૫૦.૩૬ ચોરસ કિમી વિસ્તાર પણ ભારત સરકારે રાજ્ય સરકારની દરખાસ્ત અનુસાર ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરેલો છે, પણ આ બફર ઝોનમાં રાજ્યમાં ઇએસઝેડના નિયંત્રણોનું મોટાભાગે પાલન થતું નથી. 

  ટોચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે પાર્ક તથા સેન્ચુરીના વિસ્તારો તેમજ તેની બહારના ઇકો સેન્સિટિવ ઝોનમાં ભારત સરકારના ડ્રાફ્ટ નોટિફિકેશનની તારીખથી જ કોઈપણ પ્રકારનું ખાણકામ નહીં થઈ શકે, બિલ્ડરો-કોન્ટ્રાક્ટરો રેતી પણ લઈ નહીં જશે. કોલસા આધારિત વીજમથકોનું સ્થાપન નહીં થઈ શકે, રેડ કેટેગરી થાને અત્યંત જોખમી કક્ષાના ઉદ્યોગો કાર્યરત નહીં જઈ શકે તેમજ ૨૦ હજાર ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળનું બાંધકામ નહીં થઈ શકે. ટૂંકમાં કડકાઈથી આ બધા નિયંત્રણોનું હવે પાલન થશે.

(12:30 PM IST)