<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

માનવ સેવા જ માધવ સેવાઃ આરીફ મોહમ્મદ ખાન

ગોવર્ધન ખાતે ધાર્મિક કાર્યક્રમમાં સંસ્કૃત શ્લોકનું પઠન કરતા કેરળના રાજયપાલઃ મદદ કરવા અપીલ કરી

મથુરા, તા., પઃ કેરળના રાજયપાલ આરીફ મોહમ્મદ ખાને કેરળના પુરપ્રભાવીતો માટે યથાશકિત મદદ કરવાની અપીલ કી માનવ સેવા જ માધવ સેવા હોવાનું જણાવ્યું હતું.

તેમણે શ્રી કૃષ્ણ, ભગવાન શિવ, સ્વામી વિવેકાનંદ અને પુર્વ રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનના ઉદાહરણ આપી સંસ્કૃતના શ્લોક સંભળાવી મથુરા વાસીઓના હ્ય્દય જીત્યા હતા. તેઓ ગ્રેટર નોઇડા અને મહારાષ્ટ્રની ગોવર્ધન ભીંડારા સમીતીના ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા ગોવર્ધન આવ્યા હતા.

(3:39 PM IST)