હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જેલમાં બંધ વિપક્ષી નેતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાને મુક્ત કરવાનો રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનનો આદેશ
૭૮ વર્ષીય ખાલિદા ઝિયાને ૨૦૧૮માં ભ્રષ્ટાચાર માટે ૧૭ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી: તેમની સામે ૩૬ કેસો ચાલી રહ્યા છે

શેખ હસીનાએ વડા પ્રધાનપદેથી રાજીનામું આપ્યું અને દેશ છોડ્યાના કલાકો પછી, બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને જેલમાં બંધ વિપક્ષી નેતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાને મુક્ત કરવાનો આદેશ આપ્યો.
૧૦ વર્ષ વડાપ્રધાનપદે રહેલ ૭૮ વર્ષના ખાલિદા ઝિયાને મુક્ત કરવાનો નિર્ણય વિપક્ષી સભ્યો સાથે ચર્ચા દરમિયાન લેવામાં આવ્યો હતો. પ્રેસિડેન્ટ શહાબુદ્દીને સર્વસંમતિથી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બી એન પી) ના અધ્યક્ષને કોઈપણ વિલંબ કર્યા વિના મુક્ત કરવાનો નિર્ણય કર્યો.
તે બાંગ્લાદેશની પ્રથમ મહિલા વડા પ્રધાન અને બેનઝીર ભુટ્ટો પછી મુસ્લિમ વિશ્વની બીજી મહિલા વડા પ્રધાન હતી. તે બાંગ્લાદેશના પૂર્વ રાષ્ટ્રપતિ ઝિયા ઉર રહેમાનની વિધવા છે. તેઓ ૧૯૮૪ થી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બી એન પી) ના અધ્યક્ષ અને નેતા છે, જેની સ્થાપના તેમના પતિ દ્વારા ૧૯૭૮ માં કરવામાં આવી હતી.
૧૯૮૦ના દાયકાથી ખાલેદા ઝિયાના મુખ્ય હરીફ અવામી લીગના નેતા શેખ હસીના રહ્યા છે. ૧૯૯૧ થી આજ સુધી , આ બે મહિલા જ બાંગ્લાદેશના વડા પ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે.
૨૦૦૬માં તેમની સરકારની મુદત પૂરી થયા બાદ, જાન્યુઆરી ૨૦૦૭ની ચૂંટણીઓ રાજકીય હિંસા અને લડાઈને કારણે વિલંબિત થઈ હતી, જેના પરિણામે લોહી આયા વગર ના બળવામાં સૈન્ય સત્તા પર ચડી બેઠેલ. તેના વચગાળાના શાસન દરમિયાન, ખાલેદા ઝિયા અને તેના બે પુત્રો પર ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો હતો. દરમિયાન તેમના કાર્યકાળ દરમિયાન કરપ્શન પરસેપ્શન ઈન્ડેક્સ અનુસાર બાંગ્લાદેશ વિશ્વનો સૌથી ભ્રષ્ટ દેશ હતો.
ઝિયાને ૨૦૧૮માં ઝિયા અનાથાલય ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસ અને ઝિયા ચેરિટેબલ ટ્રસ્ટ ભ્રષ્ટાચારના કેસમાં કુલ ૧૭ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી સ્થાનિક અદાલતે વડા પ્રધાન તરીકે સત્તાનો દુરુપયોગ કરવા બદલ ચુકાદો આપ્યો હતો. આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક કાયદાકીય નિષ્ણાતોનો ઉલ્લેખ કરીને, યુ.એસ. સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેના ૨૦૨૦ કન્ટ્રી રિપોર્ટ્સ ઓન હ્યુમન રાઇટ્સ પ્રેક્ટિસમાં અભિપ્રાય આપ્યો હતો કે આ કેસ તેણીને ચૂંટણી પ્રક્રિયામાંથી દૂર કરવા માટે એક રાજકીય કાવતરું હતું.
એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે ચિંતાવ્યક્ત કરી કે "વાજબી અધિકારોનું સન્માન કરવામાં આવતું નથી."
અત્યાર સુધીમાં, ઝિયા તેની સામે કુલ ૩૬ કેસોનો સામનો કરી રહી છે જેમાં ઝિયા અનાથાલય ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસ અને ઝિયા ચેરીટેબલ ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસનો સમાવેશ થાય છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
