<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

ખાલીદા જેલમુક્ત થતા હવે બાંગ્લા રાજકારણમાં કેન્દ્રસ્થાને: ભારત માટે મોટી મુશ્કેલી સર્જાશે: ચીન અને પાકિસ્તાન તરફી તથા ભારત વિરોધી તરીકે ખાલીદા જાણીતા છે

બાંગ્લાદેશના રાજકારણમાં ઝડપભેર મોટો ફેરફાર સર્જાયો છે અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડી ભાગી જવું પડ્યું છે જ્યારે લાંબા સમયથી જેલવાસ ભોગવી રહેલ પૂર્વ વડાપ્રધાન ખાલેદા ઝી તાત્કાલિક મુક્તિના રાષ્ટ્રપતિએ આદેશ કર્યા છે, તે સાથે જ બાંગ્લાદેશના રાજકારણમાં તેઓ સેન્ટર સ્થાને આવતા જાય છે. ખાલીદા ઝીયા ચીન તરફી અને પાકિસ્તાન તરફી વલણ ધરાવે છે તથા ભારત વિરોધી હોવાની તેમની છાપ છે.

ખાલેદા ઝિયાના શાસનમાં બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી અને ખ્રિસ્તી વિરોધી સંખ્યાબંધ હુલ્લડો  થયા હતા. જમાત-એ-ઈસ્લામી પાર્ટી તેમના મોરચાના પાર્ટનર છે

(11:40 PM IST)