તા. ૨૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૨ શનિવાર
News of Tuesday, 6th August 2024
શેરબજારની માફક સોના-ચાંદીમાં પણ મોટો કડાકો; સોનું 1,000 અને ચાંદી રૂપિયા 2,5000 સસ્તી થઇ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના ચાંદીમાં ભીષણ મંદી: અમદાવાદ ખાતે સોના અને ચાંદીમાં તીવ્ર ગાબડું

અમદાવાદ :aki શેરબજાર ઉપરાંત સોના અને ચાંદીના ભાવમાં પણ તીવ્ર કડાકો બોલાઈ ગયો છે. ઘરેલુ વાયદા બજારમાં સોનાની કિંમતોમાં ઘટાડા સાથે કામકાજ થયું હતું. એમસીએક્સ ખાતે સોનાના ભાવ રૂપિયા 623 ગગડીને રૂપિયા 69,166 પર હતા. જ્યારે ચાંદીમાં તીવ્ર કડાકો બોલાયો હતો. એમસીએક્સ ખાતે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 3,045 ઘટીને રૂપિયા 80 હજારની નીચે રૂપિયા 79,448 પર રહી હતી.
અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર કડાકો બોલાયો છે. અમદાવાદ ચાંદી કીલો દીઠ ભાવ રૂપિયા 2,500 ગગડીને રૂપિયા 81,000 થયા છે. જ્યારે અમદાવાદ સોનું (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 1,000 તૂટીને રૂપિયા 72,000 થયા છે. જ્યારે અમદાવાદ સોનું (99.5)નો ભાવ પણ રૂપિયા 1, 000 ઘટીને રૂપિયા 71,800 થયા છે.
વૈશ્વિક બજારોમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ન્યૂ યોર્ક ખાતે સોનાના ઔંસ દીઠ ભાવ 25.40 ડોલર તૂટીને 2,444.40 ડોલર રહ્યા હતા. જ્યારે ચાંદીના ઔંસ દીઠ ભાવ 4.53 ટકા એટલે કે 1.29 ડોલર ગગડીને 27.11 ડોલર પર કામકાજ કરતી હતી.
(12:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
