<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

શેખ હસીના રાત્રે હિંડોન એરબેઝ પર રોકાશે: ક્યાં જશે તે અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી

શેખ હસીના ભારતમાં હજુ થોડા દિવસો રોકાશે. તેના સંબંધીઓ લંડન જઈ શકે છે,

નવી દિલ્હી : બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ રાજકીય સંકટ વચ્ચે શેખ હસીના આજે એટલે કે સોમવારે રાત્રે હિંડોન એરબેઝ પર રોકાશે અને આવતીકાલે મંગળવારે અન્ય કોઈ જગ્યાએ જઈ શકે છે અથવા ત્યાં વધુ એક દિવસ રોકાઈ શકે છે. તેણી ક્યાં જશે તે અંગે આવતીકાલ સુધીમાં નિર્ણય લેવામાં આવશે.

  સૂત્રોના જણાવ્યા અનુસાર શેખ હસીના ભારતમાં હજુ થોડા દિવસો રોકાશે. તેના સંબંધીઓ લંડન જઈ શકે છે, પરંતુ તે થોડા દિવસ અહીં રહેશે અને તે પછી તે લંડનની ફ્લાઈટ પણ લઈ શકશે. ભારત સરકાર પાસે એવી કોઈ માહિતી નથી કે બ્રિટને તેને આશ્રય ન આપવાનો નિર્ણય કર્યો છે.

(1:19 AM IST)