News of Tuesday, 6th August 2024
હાથીઓએ પાંચ વર્ષમાં ૨૮૨૯ લોકોના જીવ લીધા

નવી દિલ્હી,તા. ૬: ભારતમાં છેલ્લાં પાંચ વર્ષમાં હાથીઓના હુમલાને કારણે ૨૮૨૯ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ માહિતી તાજેતરમાં લોકસભામાં આપવામાં આવી હતી. જગતમાં હાથીઓની કુલ વસ્તીના ૬૦ ટકા ગજરાજો ભારતમાં છે. હાથીઓના વિસ્તારોમાં માનવજાત દ્વારા વધતાં જતાં અતિક્રમણોને કારણે બન્ને વચ્ચેના સંઘર્ષ વધી રહ્યા છે. એટલે જ છેલ્લાં પાંચ વર્ષમાંથી ૨૦૨૩-'૨૪ના વર્ષમાં હાથીઓના અટેકને લીધે સૌથી વધુ ૬૨૯ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
પાંચ વર્ષમાં હાથીઓએ ક્યાં કેટલા લોકોને પતાવી દીધા?
ઓડિશા ૬૨૪
ઝારખંડ ૪૭૪
પશ્ચિમ બંગાળ ૪૩૬
આસામ ૩૮૩
છત્તીસગઢ ૩૦૩
તામિલનાડુ ૨૫૬
કર્ણાટક ૧૬૦
કેરલા ૧૦૨
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
