News of Tuesday, 6th August 2024
ગ્રાહક ભાવાંક જાહેર : એપ્રિલ ૧૩૯.૪૦ ઉ મે ૧૩૯.૯૦: જુન ૧૪૧.૪૦ : બેંક કામદારોનું ડીએ થયું ૧૭.૨૦ ટકા : કેન્દ્ર-રાજયના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ ૩% વધશે

રાજકોટ : ભારતીય શ્રમ બ્યુરો દ્વારા ઔદ્યોગિક કામદારો માટેનો ગ્રાહક ભાવાંક જાહેર કરવામાં આવ્યો છે : એપ્રિલ ૧૩૯.૪૦, મે ૧૩૯.૯૦ અને જુન ૧૪૧.૪૦ : જે અનુરૂપ ગણતરી કરતા ઓગષ્ટથી બેંક કામદારોને મળતા ડીએમાં ૧.૨૩%નો વધારો થશે અને હવે ૧૭.૨૦ ટકા ડીએ ઓગષ્ટથી મળવાપાત્ર થશે.
જયારે બેંકના નિવૃતોને પેન્શનમાં ૨૩ સ્લેબનો વધારો મળશે આ ભાવાંક પરથી કેન્દ્ર - રાજયના કર્મચારીઓનું ડીએ ૩ ટકા વધશે હાલ ૫૦% છે જે વધીને ૫૩% થશે જે જુલાઇથી કર્યુ છે.
કેન્દ્રીય કર્મચારી માટે જુલાઈ ૨૦૨૪માં એકવાર ફરીથી મોંઘવારી ભથ્થું વધવા જઈ રહ્યું છે. કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ફરીથી એકવાર તગડો વધારો જોવા મળશે. મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો થશે. . મોંઘવારી ભથ્થું ૫૩ ટકા થશે. આવામાં કેન્દ્રીય કર્મચારીઓ ઉપર પણ પૈસાનો જાણે વરસાદ થાય તેવી શકયતા છે. જુલાઈમાં વધાનારા મોંઘવારી ભથ્થાની જાહેરાત સરકાર સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં કરશે. ૩ ટકા ડીએ વધતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ૧,૦૦,૧૭૦ રૂપિયા સુધીનો ફાયદો કરાવી શકે છે. જો કે આ ફાયદો ગ્રેડ પે અને પગાર પ્રમાણે અલગ અલગ હશે. મોંઘવારી ભથ્થું ૩ ટકા વધ્યું છે. એટલે કે ૫૦ ટકાથી વધીને ૫૩ ટકા થયું છે
૩ ટકા મોંઘવારી ભથ્થું વધ્યા બાદ કુલ ડીએ ૫૩ ટકા પર પહોંચી જશે. હવે જો ગ્રેડ પે ૧૮૦૦ રૂપિયાથી ૨૮૦૦ રૂપિયાના લેવલ ૧ થી ૫ વચ્ચે જોઈએ તો પે બેન્ડ ૧(રૂ.૫૨૦૦ થી રૂ.૨૦૨૦૦) પર કર્મચારીનો પગાર ૩૧,૫૦૦ હશે તો ૫૩ ટકા પ્રમાણે કુલ મોંઘવારી ભથ્થું રૂ.૧,૦૦,૧૭૦ રૂપિયા હશે. હાલ ૫૦ ટકા પર ૬ મહિનાના આધારે તેમને ૯૪,૫૦૦ રૂપિયા મળે છે. અત્રે જણાવવાનું કે મોંઘવારી ભથ્થાને દર ૬ મહિને રિવાઈઝ કરાય છે. હાલ મોંઘવારી ભથ્થાની વાત કરીએ તો પગારમાં ૯૪૫ રૂપિયા/માસિક વધી શકે. ૬ મહિનામાં કુલ ૫૬૭૦ રૂપિયાનો વધારો થશે.
બેઝિક પગાર પર ગણતરી સમજો...
કર્મચારીનો બેઝિક પગાર- ૩૧,૫૦૦ રૂપિયા
હાલનું મોંઘવારી ભથ્થું (૫૦%) - ૧૫,૭૫૦ રૂપિયા/માસિક
૬ મહિના માટે મોંઘવારી ભથ્થું (૫૦%) ૯૪,૫૦૦ રૂપિયા
નવું મોંઘવારી ભથ્થું ( ૫૩%)- ૧૬૬૯૫ રૂપિયા માસિક
૬ મહિના માટે મોંઘવારી ભથ્થું (૫૩%) ૧૬૬૯૫હ્૬= ૧,૦૦,૧૭૦ રૂપિયા.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
