હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 6th August 2024
આવતા ૪૮ થી ૭૮ કલાક શેખ હસીના ભારતમાં જ રહેશે
યુ.કે. ઉપરાંત દુબઈ, અમેરિકા અને યુરોપના કેટલાક દેશો આશ્રય આપે તેવી સંભાવના : ભારે સસ્પેન્સ

નવી દિલ્હી : બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના હાલમાં દિલ્હી પાસે ના એર બ્રેઝ ઉપર સલામત સ્થળે છે. દરમિયાન બ્રિટન દ્વારા આશરો આપવા બાબતે યુ.કે.એ અસ્પષ્ટ જવાબ આપ્યો છે. દરમ્યાન શેખ હસીના ભારતમાં વધુ ૪૮ થી ૭૨ કલાક રોકાણ કરે તેવી શકયતા છે.
શેખ હસીનાને યુ.કે અથવા દુબઈમાં રાજકીય આશરો મળે તેવી સંભાવના છે. યુરોપના કેટલાક દેશો અને યુ.એસ.એ પણ આશરો આપે તેવી સંભાવના નકારાય નહીં. તેમ ટોચના સરકારી સૂત્રો જણાવે છે
દરમિયાન બ્રિટને કહ્યું છે આશરો આપવાની અમારી પરંપરા રહી છે પરંતુ જેમને આશરો જોઈએ છે તેમણે આ અંગેના પ્રોટોકોલ મુજબ સલામત દેશમાં આશરો માંગવો જરૂરી છે.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
