<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

ડબલ ફાયદો જોઈએ છે ? તો રોકાણમાંથી સિસ્‍ટમેટિકલી પૈસા કાઢતાં શીખો

જો આપણને સિસ્‍ટમેટિક વિડ્રૉવલ એટલે કે આપણા રોકાણમાંથી વ્‍યસ્‍થિત રીતે પૈસા કાઢતાં આવડી જાય તો એનાથી પણ ઘણો ફાયદો થઈ શકે છે

મુંબઇ, તા.૬: SIP (સિસ્‍ટમૅટિક ઇન્‍વેસ્‍ટમેન્‍ટ પ્‍લાન)ને લઈને લોકોમાં ઘણી જાગળતિ આવી છે, પણ SIP (સિસ્‍ટમૅટિક વિડ્રૉવલ પ્‍લાન) વિશે લોકોને હજી એટલી માહિતી નથી. SIPમાં આપણે રેગ્‍યુલર ઇન્‍ટરવલ પર ફિક્‍સ અમાઉન્‍ટ ઇન્‍વેસ્‍ટ કરીને સારું રિટર્ન મેળવી શકીએ, એવી જ રીતે જો આપણને સિસ્‍ટમૅટિક વિડ્રૉવલ એટલે કે આપણા રોકાણમાંથી વ્‍યસ્‍થિત રીતે પૈસા કાઢતાં આવડી જાય તો એનાથી પણ ઘણો ફાયદો થઈ શકે છે.

ટીપે-ટીપે સરોવર ભરાય એવી જ રીતે SIPમાં જો રેગ્‍યુલર બેઝિસ પર થોડું-થોડું રોકાણ કરીએ તો લાંબા ગાળે આપણે સારીએવી બચત કરી શકીએ છીએ. એવી જ રીતે આપણી પાસે સારુંએવું રોકાણ હોય તો એને એકસાથે વિડ્રૉ કરી લેવાના બદલે એને એક સિસ્‍ટમૅટિક વેથી કાઢીએ તો લાંબા ગાળે કમ્‍પાઉન્‍ડિંગનો મૅક્‍સિમમ ફાયદો મળે છે. આને જ ફાઇનૅન્‍સની ભાષામાં સિસ્‍ટમૅટિક વિડ્રૉવલ પ્‍લાન એટલે કે SWP કહેવાય છે. આજે ફાઇનૅન્‍શિયલ એક્‍સપર્ટ પાસેથી જાણીએ કે SWP શું છે, કઈ રીતે કામ કરે, કઈ એજમાં એ સૌથી વધુ કામ આવે, એમાં કેટલું રિટર્ન મળી શકે. તેમ મીડ ડે નો  અહેવાલ  જણાવે છે

SWP એટલે શું ?

SWP એટલે શું અને એને કઈ રીતે શરૂ કરી શકાય એ વિશે વાત કરતાં ફાઇનૅન્‍શિયલ ઍડ્‍વાઇઝર આકાશ શાહ કહે છે, ‘આપણે જ્‍યારે ૨૫ વર્ષની ઉંમર પૂરી કરીએ અને કમાવાનું શરૂ કરીએ એ પછી જીવનમાં બે તબક્કા આવે. એક તબક્કો એટલે અકયુમ્‍યુલેશન ફેઝ, જેમાં વ્‍યક્‍તિ રિટાયરમેન્‍ટ માટે સેવિંગ કરે. જનરલી ૨૫થી ૬૦ વર્ષ સુધીની એજમાં વ્‍યક્‍તિ નોકરી કે કામધંધો કરતી હોય એટલે તેની પાસે એક રેગ્‍યુલર ઇન્‍કમ હોય. આ ઇન્‍કમમાંથી જ તે થોડા પૈસા બચાવીને વિવિધ જગ્‍યાએ ઇન્‍વેસ્‍ટ કરે. એ પછી ડિસ્‍ટ્રિબ્‍યુશન ફેઝ આવે, જેમાં વ્‍યક્‍તિ નિવળત્ત થઈ જાય અને એમ ઇચ્‍છે કે હવે પૅસિવ ઇન્‍કમ શરૂ થઈ જવી જોઈએ જેમાંથી દર મહિનાનો મારો ઘરખર્ચ નીકળી જાય. પૅસિવ ઇન્‍કમ એટલે મેં આટલાં વર્ષો સુધી જે મહેનતના પૈસા જમા કર્યા છે એના પર વ્‍યાજ આવતું થાય, કારણ કે જે ઍક્‍ટિવ ઇન્‍કમ (રેગ્‍યુલર ઇન્‍કમ) હતી એ નિવળત્તિ પછી બંધ થઈ ગઈ છે. આવા વખતે તમને SWP એટલે કે સિસ્‍ટમૅટિક વિડ્રૉવલ પ્‍લાન કામમાં આ?વી શકે છે. સાદી ભાષામાં કહીએ તો SWP (સિસ્‍ટમૅટિક ઇન્‍વેસ્‍ટમેન્‍ટ પ્‍લાન)માં અમુક વર્ષો સુધી થોડા-થોડા ઇન્‍ટરવલ પર થોડા-થોડા પૈસા જમા કર્યા પછી એક કૉર્પસ બન્‍યા બાદ દર મહિને એમાંથી પૈસા લેવાનું શરૂ કરવું. જો તમારી પાસે કૉર્પસ હોય તો તમે SWP ડાયરેક્‍ટ પણ લઈ શકો અથવા અમુક વર્ષ લ્‍ત્‍ભ્‍માં ઇન્‍વેસ્‍ટ કર્યા પછી તમે એને SWPમાં કન્‍વર્ટ કરી શકો.'

નિવળત્તિમાં SWP કેમ છે બેસ્‍ટ?

SWP નિવળત્તિની ઉંમરમાં સૌથી વધુ કામ આવે છે. એ પાછળનું કારણ સમજાવતાં આકાશ શાહ કહે છે, ‘નિવળત્તિ પછી ઇન્‍કમના કયા ઑપ્‍શન હોઈ શકે? તો એમાં જો તમારી પાસે કોઈ પ્રોપર્ટી હોય અને તમે એને ભાડે આપી દો તો રેન્‍ટ મળે, FD હોય તો એનું ઇન્‍ટરેસ્‍ટ આવે, શૅર્સ હોય તો ડિવિડન્‍ડની ઇન્‍કમ આવે કે પછી સિનિયર સિટિઝન્‍સ સ્‍કીમ હોય તો ત્‍યાંથી પૈસા આવે. પ્રોપર્ટી રેન્‍ટ પર આપવી હોય તો વારંવાર નવો ભાડૂઆત શોધવો પડે, ઍગ્રીમેન્‍ટ કરવું પડે, એમાં ખર્ચો અને મહેનત બન્ને જોઈએ. FD હોય તો દર પાંચ, સાત, દસ વર્ષે એ રિન્‍યુ કરવી પડે અને જે વ્‍યાજ મળતું હોય એ લેવું પડે. કોઈ સ્‍ટૉક્‍સમાંથી ડિવિડન્‍ડ ઇન્‍કમ આવતી હોય તો એ અમાઉન્‍ટ ફિક્‍સ ન હોય, કારણ કે કંપનીને જેટલો નફો થાય એ પ્રમાણે મળે. એટલે ડિવિડન્‍ડમાંથી રેગ્‍યુલર ઇન્‍કમ ન આવી શકે. આપણે બચત કરેલા પૈસામાંથી રેગ્‍યુલર ઇન્‍કમનું વિચારીએ ત્‍યારે કેટલીક બાબતોનો અગાઉથી જ વિચાર કરતા હોઈએ છીએ. આપણે એમ વિચારીએ કે મારા જ પૈસા પર મને ટૅક્‍સ ન લાગવો જોઈએ અથવા તો ઓછો લાગવો જોઈએ. બીજું, એમ વિચારીએ કે મારે ઘડી-ઘડી કોઈ માથાકૂટ ન કરવી પડે. ત્રીજું, એમ વિચારીએ કે મારું જે કોપર્સ છે એ એવું હોવું જોઈએ જે મોંઘવારી સામે ટકી રહે. ચોથું, એમ વિચારીએ કે મારે કોઈના પર ડિપેન્‍ડ ન રહેવું પડે. તમારી આ બધી જ અપેક્ષા પર ખરા ઊતરવાનું કામ SWP કરે છે. એટલે રિટાયરમેન્‍ટ માટેનો કોઈ બેસ્‍ટ ઑપ્‍શન હોય તો એ SWP છે.'

SWPના શું ફાયદા ?

SWP અપનાવવાથી કયા ફાઇનૅન્‍શિયલ અને ટૅક્‍સ બેનિફિટ્‍સ મળે છે તેમ જ એ કઈ રીતે વધુ ફ્‌લેક્‍સિબલ છે એ વિશે વાત કરતાં આકાશ શાહ કહે છે, ‘SWPમાં આપણને દર મહિને એક ફિક્‍સ રેગ્‍યુલર ઇન્‍કમ આપે એટલે રોજિંદા ખર્ચાઓ માટે કોઈના પર નિર્ભર ન રહેવું પડે. SWP ટૅક્‍સ-એફિશિયન્‍ટ છે એટલે કે એમાં ટૅક્‍સ પ્રમાણમાં થોડો ઓછો લાગે. આમાં આપણે આપણું જે પણ કૉર્પસ જમા થયું હોય એમાંથી એક વર્ષ પછી પૈસા કાઢવાનું શરૂ કરીએ તો આપણને ઍન્‍યુઅલી ૧.૨૫ લાખ સુધીનું એક્‍ઝમ્‍પ્‍શન મળે અને એની ઉપરના જે પૈસા કાઢો એના પર ૧૨.૫ ટકા ટૅક્‍સ લાગે. બીજું, આ વસ્‍તુ ઑટોપાઇલટ છે. એનો અર્થ એવો કે આપણે એક વાર SWP ચાલુ કર્યો એ પછી એ આપોઆપ ચાલ્‍યા કરશે. આપણે એમાં કોઈ માથાકૂટ નહીં કરવી પડે. ઉદાહરણ તરીકે એક કરોડ રૂપિયા રોકયા હોય તો દર મહિને એક ચોક્કસ તારીખે ૫૦,૦૦૦ રૂપિયા આપણા અકાઉન્‍ટમાં જમા થઈ જાય. એ સિવાય જો કોઈ ઇમર્જન્‍સી આવી જાય અને વધુ પૈસાની જરૂર પડે તો ગમે ત્‍યારે એ SWP માંથી કાઢી શકીએ. SWP માંથી આપણે દર મહિને થોડા-થોડા પૈસા કાઢતા રહીએ તેમ છતાં આપણું જે બાકીનું ફન્‍ડ હોય એ સમય સાથે ગ્રો થતું જાય.'

કેટલા અને કયારે પૈસા કાઢવા?

SWP ની વાત આવે ત્‍યારે તમે કેટલા પૈસા કાઢો છો અને કેટલા સમય પછી કાઢો છો એનું ધ્‍યાન રાખવું પણ ખૂબ જરૂરી છે. એ વિશે સમજાવતાં આકાશ શાહ કહે છે, ‘SWP માં તમે મહિને, ત્રણ મહિને, છ મહિને કે વર્ષે પૈસા કાઢી શકો. આઇડિયલી તમારું કૅપિટલ ૧૧-૧૨ ટકા ગ્રો થવાનું હોય તો તમે ૬થી ૮ ટકા અને મૅક્‍સિમમ નવ ટકા સુધી વિડ્રૉ કરો એ બેસ્‍ટ છે. ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્‍ન કરીએ તો મેં એક કરોડ રૂપિયા નાખ્‍યા અને મહિને ૫૦,૦૦૦ લઉં છું. એટલે દસ વર્ષે મેં ૬૦ લાખ રૂપિયા કાઢી લીધા. એ ઉપરાંત મારું એક કરોડ રૂપિયાનું કૅપિટલ પણ દોઢ કરોડ રૂપિયા થઈ ગયું હશે, કેમ કે મારું ૧૨ ટકા રિટર્ન બને છે પણ હું લઉં છું ફક્‍ત છ ટકા. આનો અર્થ એવો થાય કે તમે વ્‍યાજ તો લો છો, પણ સમય સાથે તમારું કૅપિટલ પણ વધ્‍યું. એટલે એમાં ડબલ બેનિફિટ થાય. લ્‍ષ્‍ભ્‍માં પૈસા નાખ્‍યા પછી તમારે કૅપિટલ ગ્રો થવાની રાહ જોવી જોઈએ અને એ પછી જ વિડ્રૉ કરવાનું શરૂ કરવું જોઈએ, તો જ તમને એનો ફાયદો થાય. હમણાં મારા એક ક્‍લાયન્‍ટ હતા તેમણે ૨૦૨૦માં એક કરોડ રૂપિયા નાખેલા. તેમણે ત્રણ વર્ષ સુધી પૈસાને હાથ ન લગાવ્‍યો. ત્રણ વર્ષ પછી તેમણે મહિને એક લાખ રૂપિયા લેવાનું શરૂ કર્યું. તેમનું કૉર્પસ ત્રણ વર્ષમાં એક કરોડ છત્રીસ લાખ થઈ ગયું હતું. ઘણા લોકો એક વર્ષની અંદર જ વિડ્રૉ કરવાનું શરૂ કરી દેતા હોય છે, પણ તમે એકાદ વર્ષ પછી પૈસા કાઢો તો તમને ટૅક્‍સેશનમાં પણ ફાયદો થાય અને તમારું કૅપિટલ પણ સારુંએવું ગ્રો થાય.'

 SWP કઈ રીતે કામ કરે ?

SWP કઈ રીતે કામ કરે છે એને આંકડાઓ સાથે સમજાવવાનો પ્રયત્‍ન કરતાં આકાશ શાહ કહે છે, ‘સમજી લો તમે ૧૦,૦૦,૦૦૦ની સ્‍કીમ લીધી. તમારી NAV (નેટ ઍસેટ વૅલ્‍યુ) ૧૦ છે તો તમને ૧,૦૦,૦૦૦ યુનિટ મળશે. જેમ તમારી NAV વધતી જાય એમ તમારે ઓછા યુનિટ સેલ કરવા પડે. સમજો કે દસ વર્ષમાં તમારા યુનિટ અડધા થઈ જાય, પણ સામે NAV વધીને ચારગણી થઈ જાય. એટલે તમારા યુનિટ ઘટીને ૫૦,૦૦૦ થઈ જાય અને NAV ૪૦ થઈ જાય. આનો સીધો મતલબ એ થયો કે તમે જે દસ લાખ ઇન્‍વેસ્‍ટ કરેલા એ વધીને ૨૦,૦૦,૦૦૦ થઈ જાય. એ સિવાય તમે યુનિટ વેચીને દર મહિને થોડા-થોડા કરીને દસ વર્ષમાં જો આઠ લાખ રૂપિયા કાઢયા હોય તો એ રૂપિયા અને જે વધીને ૨૦,૦૦,૦૦૦ થયા છે એ બન્ને ભેળવીને તમારું જે ટોટલ થાય એ ૨૮,૦૦,૦૦૦નું થાય

(4:15 PM IST)