<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

શ્રાવણ મહિનામાં નાગ પંચમીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવાશે : શ્રાવણ માસના શુક્લ પક્ષની પંચમી તિથિએ ભગવાન શિવના પ્રિય નાગ દેવતાની પૂજા અને વ્રત કરવાનું વિધાન

નાગ પંચમીના દિવસે ચાંદીના બનેલા નાગ-નાગિનના જોડાને કોઈ મંદિરમાં દાન કરવુ શુભ : સૂર્યાસ્તના સમયે નાગ દેવતાના નામ પર મંદિરો અને ઘરના ખૂણામાં કાચી માટીના દીવાઓમાં ગાયનું દૂધ રાખવામાં આવે છે

નવી દિલ્હી તા.૬ :  શ્રાવણ મહિનામાં નાગ પંચમીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. શ્રાવણ માસના શુક્લ પક્ષની પંચમી તિથિએ નાગ પંચમીની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવના પ્રિય નાગ દેવતાની પૂજા અને વ્રત કરવાનું વિધાન છે. ત્યારે આ આર્ટિકલમાં જાણો નાગ પંચમીની ઉજવણી કયારે છે, તેનું મહત્ત્વ શું છે, આ સાથે જ પૂજાનું શુભ મુહૂર્ત અને વિધિ વિશે જાણો. 

હિંદુ ધર્મના પંચાગ અનુસાર, નાગ પંચમીની ઉજવણી 9 ઓગસ્ટના રોજ કરવામાં આવનાર છે. શ્રાવણ માસના શુક્લ પક્ષની પંચમી તિથિની શરૂઆત 9 ઓગસ્ટના રોજ મધ્ય રાત્રીએ 12 વાગીને 36 મિનિટ પર થશે. તેનું સમાપન 10 ઓગસ્ટના રોજ મોડી રાત્રે 3 વાગીને 14 મિનિટ પર થશે. ઉદયા તિથિ પ્રમાણે, નાગ પંચમીનો પર્વ 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે.

નાગ દેવતાની વિધિવત પૂજા કરવામાં આવે છે, જેમાં તેમને ફૂલ, ફળ, ધૂપ અને દીપ અર્પિત કરવામાં આવે છે.

નાગ પંચમીના દિવસે ચાંદીના બનેલા નાગ-નાગિનના જોડાને કોઈ મંદિરમાં દાન કરવા શુભ માનવામાં આવે છે.

સૂર્યાસ્તના સમયે નાગ દેવતાના નામ પર મંદિરો અને ઘરના ખૂણામાં કાચી માટીના દીવાઓમાં ગાયનું દૂધ રાખવામાં આવે છે.

   નાગ પંચમીના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર ગોબર, માટીના સાપની આકૃતિ બનાવીને તેમની પૂજા કરવામાં આવી છે.નાગ દેવતાના મંત્રોનું જાપ કરવામાં આવે છે.

નાગ દેવતાને દૂધ અને ડાંગરના લાવા ચઢાવવામાં આવે છે.

હિંદુ ધર્મમાં ધાર્મિક માન્યતા અનુસાર, નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી નાગ દોષથી મુક્તિ મળે છે અને વ્યક્તિને સાપના કરડવાથી બચાવી શકાય છે.

નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે.

કેટલાક ધાર્મિક ગ્રંથોમાં નાગ પંચમીને પિતૃદોષ નિવારણ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

(4:34 PM IST)