તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 6th August 2024
બાંગ્લાદેશના પૂર્વ માહિતી અને પ્રસારણ મંત્રી જુનૈદ અહેમદ પલકની ઢાકા એરપોર્ટ પરથી ધરપકડ
હેવાલ મુજબ તે ભારતની નવી દિલ્હી ભાગી જવાનો પ્રયાસ કરતા હતા,અધિકારીએ જણાવ્યું કે તેને કેટલાક સ્ટાફ દ્વારા કસ્ટડીમાં લેવાયો હતો.

ઢાકા. બાંગ્લાદેશના પૂર્વ આઈટી મંત્રી જુનૈદ અહેમદ પલકની ઢાકા એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, તે ભારત ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે ભારતની નવી દિલ્હી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો
દેશભરમાં વિરોધને કારણે શેખ હસીનાએ સોમવારે બપોરે વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું અને પછી દેશ છોડીને ભાગી ગયા હતા. આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને દિવસના અંતમાં રાષ્ટ્રને સંબોધિત કર્યું અને જાહેરાત કરી કે ટૂંક સમયમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવશે. ત્યારથી, ઘણા મંત્રીઓ અને અવામી લીગના વરિષ્ઠ નેતાઓ નાસી છૂટ્યા હોવાના અહેવાલો છે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
