તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 6th August 2024
શેખ હસીના અને તેમની બહેન શેખ રેહાનાની ધરપકડ કરવા અને તેમને બાંગ્લાદેશ પાછા મોકલવા બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખની અપીલ

બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (એસસીબીએ) ના પ્રમુખ એએમ મહબૂબ ઉદ્દીન ખોકોને મંગળવારે ભારતને ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના અને તેમની બહેન શેખ રેહાનાની ધરપકડ કરવા અને તેમને બાંગ્લાદેશ પાછા મોકલવા અપીલ કરી છે.
તેમણે એસસીબીએ ઓડિટોરિયમમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું ત્યારે ત્યાં ઘણા બીએનપી તરફી વકીલો હાજર હતા.
અમે ભારતના લોકો સાથે સારા સંબંધ જાળવી રાખવા માંગીએ છીએ. મહેરબાની કરીને, શેખ હસીના અને શેખ રેહાનાની ધરપકડ કરો, જેઓ દેશમાંથી ભાગી ગયા છે, અને તેમને બાંગ્લાદેશ પાછા મોકલો.
શેખ હસીનાએ બાંગ્લાદેશમાં ઘણા લોકોની હત્યા કરી છે," એમ એસીબીએ ના પ્રમુખે કહ્યું હતું. બેરિસ્ટર ખોકોન, જેઓ બીએનપીના સંયુક્ત મહાસચિવ પણ છે, તેમણે અધિકારીઓને ઇમરજન્સી જાહેર ન કરવા વિનંતી કરી., જેની બાંગ્લાદેશમાં ભારે ચર્ચા છે.
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
