<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

સોના-ચાંદીના ભાવમાં એકધારો ભારે કડાકો : ઓલ ટાઈમ હાઈ લેવલથી 5000 સસ્તું સોનું

સોનું અને ચાંદી પોતાના ઓલ ટાઈમ હાઈ લેવલ પર પરત નથી થયું: બજેટ બાદ બુલિયન માર્કેટમાં સતત ઘટાડો

નવી દિલ્હી : બજેટ બાદ સોના-ચાંદીના ભાવમાં ભારે કડાકો જોવા મળી રહ્યો છે. જ્યાં સોનું અને ચાંદી પોતાના ઓલ ટાઈમ હાઈ લેવલ પર પરત નથી થયું. સિલ્વર રેટમાં આજે પણ ઘટાડો નોંધાયો છે. જો કે MCX પર સોનામાં માત્ર 72 રુપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો નોંધાયો છે, પરંતુ ચાંદીના ભાવમાં 154 રુપિયાનો ઘટાડો થયો છે.

MCX પર ગોલ્ડ-સિલ્વર રેટની વાત કરીએ તો સોનું આજે એટલે કે મંગળવારે 72 રુપિયા વધીને 69,381 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર હતું જ્યારે ચાંદી 152 રુપિયા ઘટીને 79,446 રુપિયા પ્રતિ કિલો પર હતું. ગોલ્ડ રેટ 4 ઓક્ટોબર વાયદા માટે છે અને સિલ્વર 5 સપ્ટેમ્બર વાયદા માટે છે.

બુલિયન માર્કેટમાં સોનાના ભાવની વાત કરીએ તો સવારે 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ 68,094 રુપિયા હતા જેસાંજ સુધીમાં વધીને 69,182 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયા. એટલે કે એક દિવસમાં સોનાના ભાવમાં 280 રુપિયાનો વધારો નોંધાયો. તો ગઈકાલની તુલનામાં જોઈએ તો ગોલ્ડ રેટમાં સામાન્ય 70 રુપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો છે. આ વચ્ચે સોનાના ભાવ હજુ પણ પોતાના ઓલ ટાઈમ હાઈ લેવલ 74,000 રુપિયા પ્રતિ 10 ગ્રામની તુલનામાં 5 હજાર રુપિયા સસ્તા છે.

IBJAના આંકડા મુજબ, સિલ્વર રેટમાં ઘટાડો આવ્યો છે. MCX પર 152 રુપિયા કિલો ભલે જ ચાંદીના ભાવ ઘટ્યા છે, પરંતુ બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો છે. એક કિલો ચાંદીના ભાવ 79,158 રુપિયા છે જ્યારે સવારે તે 78,444 રુપિયા પ્રતિ કિલો હતા.

ગ્લોબલ માર્કેટમાં ઘટાડા બાદ ગોલ્ડના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ઈન્ટરનેશનલ સ્તર પર ગોલ્ડ રેટ 10.21 ડોલર પ્રતિ ઔસ વધીને 2,414.99 ડોલર પ્રતિ ઔંસ પર છે. તો ક્રૂડ ઓઈલ 1.78 વધીને 74.24 ડોલર પ્રતિ બેરલ છે.

(11:47 PM IST)