<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

સીએસ શેટ્ટી SBIના નવા અધ્યક્ષ બનશે: કેન્દ્ર સરકારની મંજૂરી

SBIના વર્તમાન ચેરમેન દિનેશ ખારા છે, જેમનો કાર્યકાળ 28 ઓગસ્ટે પૂરો થાય છે

મુંબઈ :દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBIના નવા ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવી છે. બેંકના નવા ચેરમેન ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી હશે. શેટ્ટીનો કાર્યકાળ 28 ઓગસ્ટથી 3 વર્ષ માટે શરૂ થશે.

    SBIના વર્તમાન ચેરમેન દિનેશ ખારા છે, જેમનો કાર્યકાળ 28 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે. ખારા 28 ઓગસ્ટના રોજ 63 વર્ષના થશે, જે SBI ચેરમેનના પદ માટેની ઉચ્ચ વય મર્યાદા છે

  . જૂન મહિનાની શરૂઆતમાં, ગવર્નમેન્ટ એપોઇન્ટમેન્ટ્સ સિલેક્શન કમિટી ફાઇનાન્સિયલ સર્વિસ ઇન્સ્ટિટ્યુશન્સ બ્યુરો (FSIB) એ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચેરમેન પદ માટે બેન્કના સિનિયર-મોસ્ટ મેનેજિંગ ડિરેક્ટર સીએસ શેટ્ટીના નામની ભલામણ કરી હતી. શેટ્ટી જાન્યુઆરી 2020 માં મેનેજિંગ ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતા. તેઓ હાલમાં ઇન્ટરનેશનલ બેન્કિંગ, ગ્લોબલ માર્કેટ્સ અને ટેક્નોલોજી વિભાગોની દેખરેખ રાખે છે.

(12:09 AM IST)