<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

જન ધન ખાતા અને મૂળભૂત બચત ખાતામાં લઘુત્તમ બેલેન્‍સ રાખવાની જરૂર નથી

દેશભરના સામાન્‍ય માણસોને પડી જશે જલસા! નાણામંત્રીની મોટી જાહેરાત

નવી દિલ્‍હી,તા. ૭: જો તમારી બેંકે ભૂતકાળમાં બેંક ખાતામાં મિનિમમ બેલેન્‍સ ન રાખવા બદલ તમારા પર કોઈપણ પ્રકારનો દંડ લગાવ્‍યો હોય તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. હા, નાણામંત્રી નિર્મલા સીતારમણએ રાજયસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં સામાન્‍ય માણસ સાથે જોડાયેલી મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે જન ધન ખાતા અને મૂળભૂત બચત ખાતામાં લઘુત્તમ બેલેન્‍સ રાખવાની જરૂર નથી. પ્રશ્નકાળ દરમિયાન રાજયસભામાં સંબોધન કરતી વખતે તેમણે આ નિવેદન આપ્‍યું હતું.

પ્રશ્નોના જવાબમાં, સીતારમણે સ્‍પષ્ટ કર્યું કે ખાતામાં લઘુત્તમ બેલેન્‍સ ન રાખવા બદલ બેંકો દ્વારા લાદવામાં આવેલ દંડ આ શ્રેણીઓ પર લાગુ પડતો નથી. તેના બદલે, દંડ ફક્‍ત તે ગ્રાહકો પર લાદવામાં આવે છે જેમના ખાતામાં ચોક્કસ લઘુત્તમ બેલેન્‍સ હોવાની અપેક્ષા છે. એક લેખિત જવાબમાં, નાણાં પ્રધાને જણાવ્‍યું હતું કે જાહેર ક્ષેત્રની બેંકોએ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ થી શરૂ કરીને પાંચ વર્ષમાં લગભગ ૮,૫૦૦ કરોડ રૂપિયા દંડ તરીકે એકત્રિત કર્યા છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, બેંકો એવા કિસ્‍સામાં જ દંડ લાદે છે જયાં ગ્રાહકો તેમના ખાતામાં જરૂરી લઘુત્તમ બેલેન્‍સ જાળવી શકતા નથી. રાજયસભામાં પ્રશ્નકાળ દરમિયાન, નાણાં પ્રધાન પાંચ વર્ષમાં તેમના ખાતામાં લઘુત્તમ બેલેન્‍સ ન રાખવા બદલ ગ્રાહકો પાસેથી જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા ૮,૫૦૦ કરોડ રૂપિયાનો દંડ વસૂલવા સંબંધિત પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. નાણામંત્રીએ કહ્યું કે, ‘વડાપ્રધાન જન ધન ખાતા અને ગરીબ લોકોના બેઝિક સેવિંગ એકાઉન્‍ટમાં ન્‍યૂનતમ રકમ રાખવાની જોગવાઈ લાગુ પડતી નથી.' જાહેર ક્ષેત્રની બેંકો, તેણે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ખાતામાં સરેરાશ માસિક લઘુત્તમ રકમ ન રાખવા બદલ દંડ તરીકે ગ્રાહકો પાસેથી રૂ. ૨,૩૩૧ કરોડ વસૂલ કર્યા હતા.

(10:49 AM IST)