<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

મોહમ્‍મદ યુનુસને કાર્યકારી વડાપ્રધાન તરીકે નિયુક્‍ત કરાયા

બાંગ્‍લાદેશમાં રાજકીય સંકટ

ઢાકા તા. ૭ : મોહમ્‍મદ યુનુસ બાંગ્‍લાદેશની વચગાળાની સરકારનું નેતૃત્‍વ કરશે . મળતી માહિતી મુજબ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્‍યો છે. બાંગ્‍લાદેશના પ્રમુખ મોહમ્‍મદ શહાબુદ્દીને વિદ્યાર્થી નેતાઓ અને ત્રણેય સૈન્‍ય સેવાઓના વડાઓ સાથે બેઠક કર્યા બાદ મુહમ્‍મદ યુનુસને પદ પર નિયુક્‍ત કર્યા છે. સ્‍થાનિક મીડિયાએ મંગળવારે મોડી રાત્રે એક નિવેદનમાં અને રાષ્ટ્રપતિના અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્‍યો.

બાંગ્‍લાદેશમાં હિંસા અને વિરોધ અને બળવો કોઈ નવી વાત નથી. આ ક્રમમાં, ૧૭ વર્ષ પછી, બાંગ્‍લાદેશમાં આ વર્ષે જુલાઈ મહિનામાં ફરી એકવાર વિદ્યાર્થીઓએ અનામતને લઈને વિરોધ કરવાનું શરૂ કર્યું જેણે હિંસક સ્‍વરૂપ લીધું અને સેંકડો લોકોએ જીવ ગુમાવ્‍યા. આ પછી દેશમાં મોટો રાજકીય ખળભળાટ મચી ગયો છે. પીએમ રહી ચૂકેલી શેખ હસીના દેશ છોડીને ભાગી ગયા છે. આવી સ્‍થિતિમાં હવે વચગાળાની સરકાર ચલાવવાની જવાબદારી એ જ મોહમ્‍મદ યુનુસને સોંપવામાં આવી છે જેમણે ૧૭ વર્ષ પહેલા બાંગ્‍લાદેશના વડાપ્રધાન પદને ફગાવી દીધું હતું.

મોહમ્‍મદ યુનુસનો જન્‍મ ૨૮ જૂન, ૧૯૪૦ના રોજ થયો હતો. તે બાંગ્‍લાદેશના સામાજિક ઉદ્યોગસાહસિક, બેંકર, અર્થશાષાી અને સામાજિક નેતા છે. યુનુસને ૨૦૦૬ માં ગરીબી નાબૂદી માટેના તેમના વિશેષ પ્રયાસો માટે નોબેલ શાંતિ પુરસ્‍કાર મળ્‍યો હતો. યુનુસને ગરીબી નાબૂદીમાં તેમના મહત્‍વપૂર્ણ યોગદાન બદલ આ એવોર્ડ આપવામાં આવ્‍યો હતો. યુનુસે ૧૯૮૩માં ગ્રામીણ બેંકની સ્‍થાપના કરી હતી, જે ગરીબ લોકોને નાની લોન આપે છે. બાંગ્‍લાદેશને તેની ગ્રામીણ બેંક દ્વારા માઇક્રોક્રેડિટ માટે વિશ્વભરમાં પ્રશંસા મળી. આ કારણે બાંગ્‍લાદેશમાં મોટી સંખ્‍યામાં લોકોનું જીવનધોરણ ઊંચું લાવવામાં સફળતા મળી હતી.

(10:49 AM IST)