<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

બાંગ્‍લાદેશમાં સ્‍થિતિમાં મહા ભયાનક છે : હિન્‍દુઓની સુરક્ષા માટે મોદી સરકાર પગલાં લે : રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘની માગણી

રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ બાંગ્‍લાદેશી હિન્‍દુઓના સમર્થનમાં બહાર આવ્‍યું છે. સંઘે ભારત સરકારને હિન્‍દુઓનું રક્ષણ કરવા કહ્યું છે, સંઘ કહે છે કે બાંગ્‍લાદેશમાં સ્‍થિતિ અત્‍યંત ક્રિટીકલ છે. સંઘના સિનિયર નેતા સુરેશ ભૈયાજી જોશીએ ભારતીય સરકારને વિનંતી કરી છે કે બાંગ્‍લાદેશમાં ચાલી રહેલ મહાભયાનક હિંસક તાંડવમાં હિન્‍દુઓ સલામત રહે તે માટે પગલાઓ લ્‍યો. તેમણે મોદી સરકારમાં વિશ્વાસ વ્‍યક્‍ત કરી કહયું છે કે યોગ્‍ય પગલાઓ જરૂરથી લેવાશે.

 

(11:12 AM IST)