<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

પેરિસ ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ જીતી મનુ ભાકર દિલ્હી પહોંચી :એરપોર્ટ પર જોરદાર સ્વાગત કરાયું

ચાહકોએ મનુ ભાકરને હાર પહેરાવી જીતની શુભકામનાઓ આપી:ઢોલ નગારા સાથે લોકોએ જીતની ઉજવણી કરી

નવી દિલ્હી :ભારતની પ્રથમ મહિલા શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. પેરિસથી મનુ ભારત પહોંચી ત્યારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

દિલ્હી એરપોર્ટની બહાર નીકળતાં જ લોકોએ નારેબાજી સાથે મનુ ભાકરનું સ્વાગત કર્યું. ચાહકોએ મનુ ભાકરને હાર પહેરાવી જીતની શુભકામનાઓ આપી. ઢોલ નગારા સાથે લોકોએ જીતની ઉજવણી કરી. મનુએ તેણે જીતેલા બે મેડલ પણ બતાવ્યા હતા. આ દરમિયાન તેમના કોચ જસપાલ રાણા પણ હાજર જોવા મળ્યા હતા 

ભારત આવ્યા બાદ મનુ ફરી પેરિસ જશે. કારણ કે પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારોહમાં તે ભારતની ધ્વજવાહક છે. .

(12:17 PM IST)