News of Wednesday, 7th August 2024
ખૂબસૂરતી ઓલિમ્પિકમાંથી બહાર થવાનું કારણ બન્યું ! ટીમના ખેલાડીઓનું ભટકી રહ્યું છે ધ્યાન: જાણો મામલો
લુઆના એલોન્સોએ તેની ખૂબસૂરતીના કારણે પેરિસ ઓલિમ્પિકમાં ઘણા લોકોનું દિલ જીતી લીધું હતું.

પેરિસ ઓલિમ્પિક 2024 (Paris Olympics)માંથી એક હેરાન કરનાર સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં માહિતી મળી હતી કે, પેરાગ્વેની સ્વિમર લુઆના એલોન્સો (Luana Alonso) ને ખરાબ વર્તનના કારણે ઓલિમ્પિકમાંથી બહાર કરી દેવામાં આવી હતી. જે પછી લુઆનાએ રિટાયરમેન્ટની પણ જાહેરાત કરી દીધી હતી. જો કે, હવે આ લુઆનાને બહાર કરવાનું સાચું કારણ સામે આવ્યું છે.
ઇકોનોમિક ટાઇમ્સના એક રિપોર્ટ પ્રમાણે, લુઆના એલોન્સોને પેરિસ ઓલિમ્પિક 2024માંથી બહાર કરવાનું કારણ તેનું ખરાબ વર્તન નહીં પરંતુ તેની ખૂબસૂરતી છે, જે ટીમના અન્ય ખેલાડીઓનું ધ્યાન ભટકાવી રહી છે. બ્લાસ્ટના એક રિપોર્ટ પ્રમાણે, લુઆના એલોન્સોએ તેની ખૂબસૂરતીના કારણે પેરિસ ઓલિમ્પિકમાં ઘણા લોકોનું દિલ જીતી લીધું હતું.
પેરાગ્વે પરત ફર્યા બાદ લુઆનાએ સ્વિમિંગમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરીને તમામને ચોંકાવી દીધા છે. લુઆના સ્પર્ધાના ફાઈનલ માટે ક્વોલિફાય કરી શકી ન હતી. તેણીને ઓલિમ્પિક વિલેજની અંદર તેનું સ્થળ ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે, અત્યાર સુધીમાં લુઆનાએ પોતે ઓલિમ્પિક વિલેજ છોડવા મુદ્દે કોઈ કોમેન્ટ કરી નથી.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
