News of Wednesday, 7th August 2024
રાજકોટ : અટલ સરોવરના સંચાલકો અને વેન્ડરો વચ્ચેનો વિવાદ વકર્યો !
વેન્ડરોને આજના દિવસની છેલ્લી મહેતલ અન્યથા કાલે હાંકી કાઢીને સામાન અન્યત્ર ખસેડી દેવાશે : હાલ તમામ ફૂડ કોર્ટ બંધ છે : લોકોની ભીડને પહોંચી વળવામાં સંચાલકો નિષ્ફળ : ૩ ફુડ કોર્ટ ભીડને સાચવી ન શકે તેવી સ્થિતિ : છ કાઉન્ટર સંભાળી શકે તેવો એક જ ફૂડ વેન્ડર તૈયાર : ગૌતમ શાહ

અટલ સરોવર જે લોકો માટે એક નવું નજરાણુ સાબિત થયું હતું ત્યારે આજ અટલ સરોવર હાલ વિવાદોમાં ઘેરાયેલું રહે છે કારણકે અહીં જે ફૂડ કોર્ટ આવેલા છે તેના વિક્રેતાઓ અને અટલ સરોવરના સંચાલકો વચ્ચે હાલ વ્યાપારને લઈ વિરોધ ચાલી રહ્યો છે જેને ખારવામાં બંને પક્ષ નિષ્ફળ નીવડ્યા છે. ત્યારે આ સ્થિતિમાં સ્થાનિક લોકો કે જે પરિવાર સાથે મજા માણવા આવતા હોય તેમને ઘણી ખરી અસર પહોંચે છે જેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે અહીં આવતા એટલે કે ફરવા આવેલા લોકો ખાણીપીણીમાં કાંઈ પણ લઈ શકતા નથી ઊલટું માત્ર બે થી ત્રણ ફૂડ કોર્ટ શરૂ હોવાના કારણે ભીડ પણ એટલી જ રહે છે. વિરોધ અંગે જો વાત કરવામાં આવે તો સંચાલકો દ્વારા ફુલ વિક્રેતાઓને જણાવવામાં આવ્યું હતું કે તેઓ તેમના વ્યાપારના ૩૦ ટકા તેમના આપે જેથી અટલ સરોવરમાં કામ કરતા કર્મચારીઓનું સારી રીતે ભરણપોષણ થઈ શકે. પરંતુ ફૂડ વિક્રેતાઓ તે માનવામાં તૈયાર થતા નથી પરિણામ સ્વરૂપે બે દિવસની મુદ્દત જે અટલ સરોવરના સંચાલકો દ્વારા આપવામાં આવી હતી જગ્યા ખાલી કરવા માટે તે પણ હવે પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવનારા એક થી બે દિવસમાં કયા પ્રકારના પગલા સંચાલકો દ્વારા લેવામાં આવશે અથવા તો કયા પ્રકારની ગતિવિધિ ફૂડ વિક્રેતાઓ હાથ ધરશે.
ફૂડ વિક્રેતાઓના જણાવ્યા અનુસાર અટલ સરોવર દ્વારા જયારે ફૂડ કોર્ટ શરૂ કરવા માટે વાત કરવામાં આવી તે દરમિયાન એક પણ પ્રકારની પારદર્શકતા દાખલ કરવામાં આવી ન હતી અને ઉતરોતર મૌખિક રીતે દુકાનોના ભાડા વધારવામાં આવ્યા હતા. અને ત્યારબાદ લેખિત કરાર કરવામાં પણ આવ્યો ન હતો પરિણામ સ્વરૂપે ૧૩ જેટલા દુકાનદારોએ ૧૦-૧૦ લાખ રૂપિયા જેટલું જંગી રોકાણ કરી લીધું છે અને હવે જયારે સંચાલકો એમ કહે કે જગ્યા ખાલી કરીને તેઓ વયા જાય તો તે શક્ય નથી. આ માટે ફૂડ વક્રતાઓ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુ મ્યુન્સીપલ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેમના દ્વારા પણ કોઈ નક્કર આશ્વાસન આપવામાં આવ્યું ન હતું. ત્યારે તેમનું માનવું છે કે જો તેમના પ્રશ્નોનું નિવારણ અને નિરાકરણ નહીં આવે તો તે આ લડત મુખ્યમંત્રી સુધી લઈ જશે અને ન્યાયની અપેક્ષા રાખશે. મહત્વનું એ છે કે આજે બુધવાર ત્યારબાદ શનિ અને રવિવારના રોજ ખૂબ મોટી અને વ્યાપક પ્રમાણમાં લોકોની ભીડ અટલ સરોવર ખાતે જોવા મળતી હોય છે. ત્યારે આસામા લોકો ને સહેજ પણ સહુલત મળતી નથી કારણ કે ૧૩ ફૂડ કોર્ટ ની સામે માત્ર ત્રણ ફૂડ કોર્ટ જ ચાલુ છે અને એ ત્રણ ફૂડ કોર્ટ ખૂબ મોટી ભીડને કેટર કરી શકે તેમ ન હોવાની વાત સંચાલકોએ વર્ણવી હતી. થી તેમના જણાવ્યા અનુસાર ફૂડ વિક્રેતાઓ ઝડપ ડિસિઝન લિયે નહીતર તેમના દ્વારા પણ હવે પ્રેશર કરવામાં આવશે કારણ કે અંતે અહીં લોકો પીસાઈ રહ્યા છે.
એકાદ દિવસમાં જો ફૂડ વિક્રેતાઓ પોતાની જગ્યા ખાલી નહીં કરે તો તેમના માલ સામાનને ચોક્કસ જગ્યાએ રાખી દેવામાં આવશે : સંચાલક
અટલ સરોવરના મેનેજર ગૌતમ શાહે જણાવ્યું હતું કે, એકાદ દિવસમાં જો ફૂડ વક્રતાઓ પોતાની જગ્યા ખાલી નહીં કરે તો તેમના માલ સામાન્ય ચોક્કસ જગ્યાએ રાખી દેવાશે કારણકે તેમને આપવામાં આવેલી બે દિવસની મુદત પૂર્ણ થઈ ચૂકી છે અને બીજી તરફ ફૂડ કાઉન્ટર ન હોવાના કારણે લોકોએ ઘણી હેરાનગતિ પણ વેચવી પડે છે ત્યારે આગામી ત્રણથી ચાર દિવસ હોટલ સરોવરમાં ભારે ભીડ હોવાના કારણે તેઓ લોકોને યોગ્ય ખોરાક આપી ન શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે જેના પરિણામ સ્વરૂપે હવે એકાદ દિવસની અંદર જો ફૂડ વિક્રેતાઓ તેમનો માલ સામાન નહીં હટાવે તો ખૂબ શાંતિપૂર્ણ તેમના માલ સામાનને કોઈ ચોક્કસ જગ્યાએ રાખી દેવામાં આવશે અને અન્ય વિક્રેતાઓને એ જગ્યા સોપી દેવાશે.
છ કાઉન્ટર સંભાળી શકે તેવો એક જ ફૂડ વેન્ડર તૈયાર : ગૌતમ શાહ
હાલ ફૂડ કાઉન્ટર ને લઈ વેન્ડરો અને સંચાલકો આમને સામને આવી ગયા છે ત્યારે ૧૩ જેટલા પેન્ડરો જયાં સુધી પોતાની જગ્યા ખાલી નહીં કરે ત્યાં સુધી અન્ય આવી શકશે નહીં ત્યારે અટલ સરોવરના મેનેજર ગૌતમ શાહે જણાવ્યું હતું કે તેમની પાસે છ કાઉન્ટર સંભાળી શકે તેવા એક ફૂડ વેન્ડર તૈયાર છે પરંતુ હાલના વિખ્યાતાઓ ખાલી ન કરતા તેઓ તેમને જગ્યા આપી શકતા નથી અને અંતે લોકોને નુકસાની વેચવી પડે છે જે ખરા અર્થમાં અયોગ્ય છે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
