<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

વિનેશ ફોગાટનું ખાલી 100 ગ્રામ વજન જ વધારે હતું તેમ છતાં તેને અયોગ્ય ઠેરવાઈ : ઈન્ડીયન ઓલિમ્પિક એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ : સરકારે વિનેશ ફોગાટને તમામ પ્રકારની આર્થિક મદદ આપી છે

: ઓલિમ્પિકમાંથી આઉટ થયેલી સ્ટાર રેસલર વિનેશ ફોગાટના મામલે રમત-ગમત મંત્રી મનસુખભાઈ માંડવિયાનુ સંસદમાં નિવેદન :

નવી દિલ્હી તા.૭ :સ્ટાર રેસલર વિનેશ ફોગાટ વજન વધારાને કારણે ઓલિમ્પિકમાંથી આઉટ થઈ છે. વિનેશ ફોગાટ સહિત આખો દેશ ભારે આઘાતમાં છે. સરકાર પણ આ મામલે ગંભીર છે. પહેલા પીએમ મોદીએ ઈન્ડીયન ઓલિમ્પિક કમિટીના ચીફ પીટી ઉષા સાથે વાત કરીને તેમને આ મુદ્દે ઉગ્ર વિરોધ કરવાની અપીલ કરી હતી જે પછી હવે આ મામલે ખેલ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ સંસદમાં નિવેદન આપ્યું હતું.

વિનેશ ફોગાટનું ખાલી 100 ગ્રામ વજન જ વધારે હતું

રાજ્યસભામાં બોલતાં મનસુખ માંડવિયાએ કહ્યું કે વિનેશ ફોગાટનું ખાલી 100 ગ્રામ વજન જ વધારે હતું તેમ છતાં તેને અયોગ્ય ઠેરવાઈ. તેમણે કહ્યું કે ઈન્ડીયન ઓલિમ્પિક એસોસિએશન તેનો ઉગ્ર વિરોધ કર્યો છે. સરકારે વિનેશ ફોગાટને તમામ પ્રકારની આર્થિક મદદ આપી છે.

માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે વિનેશ મંગળવારે ત્રણ મેચ જીતીને ફાઇનલમાં પહોંચનારી પ્રથમ મહિલા રેસલર બની હતી. ભારત સરકારે વિનેશ ફોગાટને શક્ય તમામ મદદ પૂરી પાડી હતી. તેમના માટે અંગત સ્ટાફની પણ નિમણૂક કરવામાં આવી હતી, જેઓ તેમના ક્ષેત્રમાં નિષ્ણાત છે. પ્રખ્યાત હંગેરિયન કોચ અને ફિઝિયો હંમેશા તેની સાથે હોય છે. સ્પેનમાં તાલીમ સત્રોમાં જવા અને ઓલિમ્પિકની તૈયારી માટે પણ ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. જ્યારે તેણી હંગેરી ગઈ હતી, ત્યારે સરકારે તેના માટે પણ સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. રશિયામાં આંતરરાષ્ટ્રીય શિબિરમાં ભાગ લીધો છે.

પેરિસ ઓલિમ્પિક માટે વિનેશને 70.45 લાખની સહાય 

રમતગમત મંત્રીએ કહ્યું કે સરકારે વિનેશ ફોગાટને આર્થિક મદદ કરી છે. પેરિસ ઓલિમ્પિક માટે કુલ 70.45 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. તેમાંથી 53.35 લાખ રૂપિયા ટોપ્સ હેઠળ આપવામાં આવ્યા હતા. એસીટીસી હેઠળ રૂ. 17.10 લાખ આપવામાં આવ્યા હતા. અગાઉ ટોક્યો ઓલિમ્પિક માટે 1.66 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. બુલ્ગેરિયામાં 23 દિવસની ટ્રેનિંગ માટે રૂ. 5.44 લાખ આપવામાં આવ્યા હતા. બુડાપેસ્ટમાં 16 દિવસની તાલીમ માટે રૂ. 10.54 લાખ આપવામાં આવ્યા હતા. 

ભારતની સ્ટાર પહેલવાન વિનેશ ફોગાટ પર વજન વધારાને કારણે કુસ્તીની ફાઈનલ રમવા પર પ્રતિબંધ મૂકાયો છે. વિનેશ ફોગાટને બદલે હવે ક્યુબાની પહેલવાન લોપેઝને ફાઈનલમાં રમવાની તક મળી છે. વિનેશ ફોગાટ ગઈ કાલે જ લોપેઝને સેમી ફાઈનલમાં હરાવી હતી. 6 ઓગષ્ટની રાત્રે વિનેશ ફોગટનું ગોલ્ડ મેડલનું સપનું ચકનાચૂર થયું હતું. પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં મહિલાઓની 50 કિગ્રા વર્ગમાં ભારતીય સ્ટાર વિનેશ ફોગાટે એક જ દિવસમાં ફાઇનલમાં પહોંચવાની સફર પૂર્ણ કરી હતી. વિનેશે તેની ત્રણેય મેચો જીતી લીધી અને ભારત માટે ઓછામાં ઓછો સિલ્વર મેડલ સુનિશ્ચિત કરવા માટે ફાઇનલમાં પહોંચી, પરંતુ બીજા દિવસે તેણીને ગેરલાયક ઠેરવવામાં આવી. વિનેશનું વજન 100 થી 150 ગ્રામ વધુ હતું, જેના કારણે તેને અયોગ્ય ઠેરવવામાં આવી હતી અને હવે તેને કોઈ મેડલ નહીં મળે.

જેને સેમી ફાઈનલમાં હરાવી તેને જ ફાઈનલમાં મળ્યું સ્થાન

વિનેશે ગઈ કાલે સેમી ફાઈનલમાં ક્યૂબાને હરાવી હતી તેને જ હવે ફાઈનલમાં સ્થાન મળ્યું છે.

વિનેશ હાલમાં ઓલિમ્પિક વિલેજના પોલીક્લીનિકમાં છે તેની તબિયત સારી છે. ડીહાઈડ્રેશનને કારણે તે અગાઉ પણ બેહોશ થઈ ગઈ હતી. ભારતીય ટીમ પાસે આ નિર્ણય સામે અપીલ કરવાનો કોઈ વિકલ્પ નથી.

(4:22 PM IST)