News of Wednesday, 7th August 2024
આટલો પ્રેમ મેળવીને હું ખુબ જ ખુશ છું...મનુ ભાકરનું ભવ્ય સ્વાગત
પેરિસ ઓલિમ્પિક્સના સમાપન સમારોહમાં મનુ હશે ભારતના ધ્વજાવાહક

નવી દિલ્હી : ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકર આજે ભારત પરત ફરી છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટની બહાર આવતાની સાથે જ તેના માતા-પિતાએ તેને ગળે લગાવી. મનુની સાથે તેના કોચ જસપાલ રાણાનું પણ જોરદાર સ્વાગત થયું હતું. મનુએ કહ્યું, ‘‘આટલો પ્રેમ મેળવીને હું ખૂબ જ ખુશ છું.''એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય છે. પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારોહમાં મનુ ભારતના ધ્વજવાહક હશે. મનુ રવિવારે સમાપન સમારોહ માટે પેરિસ પરત ફરશે.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
