તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Wednesday, 7th August 2024
જમ્મુ કાશ્મીર કોર્ટે એક સુનાવણીમાં જણાવ્યું કે ભલે બાળકની માતા કમાતી હોય પરંતુ તેનાથી બાળકના પિતા બાળકોની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે નહિ : જમ્મુ કાશ્મીર કોર્ટનો ચુકાદો
મેજિસ્ટ્રેટ કોર્ટે શખ્સને તેના ત્રણ બાળકો માટે 4500 એટલે કે કુલ 13,500 રુપિયા ચુકવવાનો આદેશ કર્યો હતો જેની સામે શખ્સ હાઈકોર્ટમાં ગયો અને આ આદેશને પડકાર્યો"તો

જમ્મુ તા.૭ :જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટે એક અરજીની સુનાવણી પર જણાવ્યું કે પિતાની જવાબદારી છે કે પોતાના બાળકોનું ભરણ પોષણ કરે.
એક શખ્સે કોર્ટમાં જણાવ્યું કે તેની પાસે તેના બાળકોના ભરણ પોષણ માટે પુરતા પૈસા નથી. જ્યારે તેણે તેની અલગ રહેતી પત્ની વિશે જણાવ્યું કે તેની પત્ની (બાળકની માતા) કમાય છે અને તે બાળકની સારી રીતે દેખભાળ કરી શકે તેવી આવક ધરાવે છે. જો કે કોર્ટે આ દલીલોને ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું કે એક પિતા હોવાને નાતે પોતાના બાળકોનું ભરણ પોષણ કરવાની જવાબદારીમાંથી મુક્તિ ન મળી શકે.
મેજિસ્ટ્રેટ કોર્ટે શખ્સને તેના ત્રણ બાળકો માટે 4500 એટલે કે કુલ 13,500 રુપિયા ચુકવવાનો આદેશ કર્યો હતો. જેની સામે શખ્સ હાઈકોર્ટમાં ગયો અને આ આદેશને પડકાર્યો. શખ્સે હાઈકોર્ટમાં દલીલ કરી કે તેની આવક જ 12 હજાર રુપિયા છે. આવી સ્થિતિમાં તે બાળકોના 13,500 રુપિયા ચુકવવા સક્ષમ નથી. જ્યારે બાળકોની માતા એક સરકારી શિક્ષક છે અને તેને સારી સેલેરી મળે છે.
જો કે શખ્સે પોતાની 12 હજારની આવકના કોઈ પુરાવા રજૂ કર્યા ન હતા. તે એન્જિનિયર છે અને પહેલા તે વિદેશમાં પણ કામ કરી ચુકેલ છે.
(5:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
