News of Wednesday, 7th August 2024
રમત ગમત મંત્રી મનસુખભાઈ માંડવિયાના નિવેદનથી વિપક્ષ નારાજ; સંસદમાંથી કર્યો વોકઆઉટ
મંત્રી ડો,માંડવિયાએ ઓલિમ્પિકની ફાઈનલ મેચ પહેલા કુસ્તીબાજ વિનેશ ફોગટને ગેર લાયક ઠરાવવા અંગે લોકસભામાં નિવેદન આપ્યું

નવી દિલ્હી : રમત ગમત મંત્રી મનસુખ માંડવિયાએ પેરિસ ઓલિમ્પિકની ફાઈનલ મેચ પહેલા કુસ્તીબાજ વિનેશ ફોગટને ગેર લાયક ઠરાવવા અંગે લોકસભામાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, વિનેશને તેની તૈયારી માટે શક્ય તમામ મદદ સરકાર દ્વારા આપવામાં આવી હતી. તેમની તૈયારી પાછળ 70.45 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકે, રમતગમત મંત્રીના નિવેદનથી વિપક્ષ સંતુષ્ટ ન હતા અને તેમણે સંસદમાંથી વોકઆઉટ કર્યું હતું.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
