News of Wednesday, 7th August 2024
વિનેશ મામલે રણદીપ સુરજેવાલાએ મોદી સરકારને ઘેરી:આશ્વાસન આપતા ટ્વીટ પર ઉઠાવ્યા સવાલ
સરકાર અને ફેડરેશન શા માટે આશ્વાસનજનક ટ્વીટ કરી રહ્યા છે? પીએમએ 7 કલાકમાં સતત ત્રણ જીત પર અભિનંદનની ટ્વીટ કેમ ન કરી?

નવી દિલ્હી : પેરિસ ઓલમ્પિકમાં વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ વિનેશ ફોગાટ મામલે મોદી સરકાર પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે સવાલ પૂછ્યો કે અપીલ કરવાને બદલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને તેમની સમગ્ર સરકાર અને ફેડરેશન શા માટે આશ્વાસનજનક ટ્વીટ કરી રહ્યા છે? પીએમએ 7 કલાકમાં સતત ત્રણ જીત પર અભિનંદનની ટ્વીટ કેમ ન કરી અને હવે તેઓ શા માટે આશ્વાસન આપતા ટ્વિટ કરી રહ્યા છે?
(8:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
