News of Wednesday, 7th August 2024
શ્રીલંકાએ 27 વર્ષ પછી ઈતિહાસ દોહરાવ્યો : અંતિમ મેચમાં ભારતને 110 રને હરાવ્યું :શ્રેણી 2-0થી જીતી
છેલ્લી ODI મેચમાં યજમાન દેશે ભારતને 110 રને હરાવ્યું શ્રીલંકાના 249 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 26.1 ઓવરમાં 138 રનમાં સમેટાઈ:દુનિથ વેલાલાઘેએ પાંચ વિકેટ લીધી : રિયાન પરાગે ત્રણ વિકેટ ઝડપી

મુંબઈ :શ્રીલંકાએ 27 વર્ષ બાદ ભારત સામે વનડે શ્રેણી જીતી છે. છેલ્લી ODI મેચમાં ભારતે 110 રને હરાવીને 2-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. પ્રથમ વનડે મેચ ટાઈ રહી હતી.
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી અને છેલ્લી ODI મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 7 વિકેટના નુકસાને 248 રન બનાવ્યા હતા. ભારતને સિરીઝ બરાબર કરવા માટે 249 રન બનાવવાના હતા
. શ્રીલંકા તરફથી અવિષ્કા ફર્નાન્ડોએ 96 રનની ઇનિંગ રમી હતી. વિકેટકીપર બેટ્સમેન કુસલ મેન્ડિસે 59 રનનું યોગદાન આપ્યું હતું. નિસાન્કાએ 45 રન બનાવ્યા હતા. ભારત તરફથી રિયાન પરાગે ત્રણ વિકેટ ઝડપી હતી.
શ્રીલંકાના 249 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 26.1 ઓવરમાં 138 રન પર જ સિમિત રહી હતી. માત્ર ચાર ભારતીય બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 35 રન, કોહલીએ 20 રન, રેયાન પરાગે 15 રન અને વોશિંગ્ટન સુંદરે 30 રન બનાવ્યા હતા. દુનિથ વેલાલાઘેએ પાંચ વિકેટ લીધી હતી.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
