<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

પુણેની એક કંપનીમાં ગેસ લીકેજથી અફરાતફરી :અનેક કર્મચારીઓની તબિયત લથડી : કેટલાકની હાલત ગંભીર

એક આઈસીયુમાં દાખલ છે જ્યારે 9 લોકોને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા

પુણેના દૌડ તાલુકાની એક કંપનીમાં ગેસ લીકેજની ઘટના સામે આવી છે. ગેસ લીકેજના કારણે અનેક કર્મચારીઓની તબિયત લથડી છે. જો કે કેટલાક કર્મચારીઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. દરેકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ સુધી કોઈના મોતના અહેવાલ નથી. જોકે, એક આઈસીયુમાં દાખલ છે જ્યારે 9 લોકોને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.

(12:22 AM IST)