News of Thursday, 8th August 2024
બાંગ્લાદેશની સેન્ટ્રલ જેલમાંથી 209 કેદીઓ ગાર્ડને બંધક બનાવીને ફરાર :ગોળીબારમાં છના મોત
જેલના રક્ષકોને બંધક બનાવીને કેદીઓ ભાગી ગયા :કેદીઓને રોકવા માટે ને રોકવા માટે, રક્ષકોએ ગોળીબાર કર્યો જેમાં છ કેદીઓ માર્યા ગયા

ઢાકા:બાંગ્લાદેશમાં ચાલી રહેલી અશાંતિ અને હિંસક દેખાવો વચ્ચે સેન્ટ્રલ જેલમાંથી 209 કેદીઓ ભાગી ગયા હતા. ભાગી જવાની કોશિશમાં થયેલા ગોળીબારમાં છ કેદીઓના પણ મોત થયા છે.
બાંગ્લાદેશી મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ, ગાઝીપુરની કાશિમપુર હાઈ સિક્યોરિટી સેન્ટ્રલ જેલમાં વિરોધ દરમિયાન 209 કેદીઓ જેલ ગાર્ડને બંધક બનાવીને ભાગવામાં સફળ થયા હતા. રિપોર્ટ અનુસાર, ભાગી છૂટ્યા બાદ ગાર્ડે કેદીઓને રોકવા માટે ગોળીબાર કર્યો હતો, જેના પરિણામે છ કેદીઓ માર્યા ગયા હતા.
અહેવાલમાં સ્થાનિક સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે કેટલાક કેદીઓએ જેલના ગાર્ડને બંધક બનાવ્યા હતા અને કેટલાક કેદીઓને છોડાવવા માટે વિરોધ કર્યો હતો. રક્ષકોએ તેમને શાંત પાડવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ ગયો.
કાશીમપુર ઉચ્ચ સુરક્ષા સેન્ટ્રલ જેલના અધિક્ષકને ટાંકવામાં આવ્યું હતું કે જ્યારે કેટલાક કેદીઓએ અટકાયતીઓની મુક્તિ માટે વિરોધ કરવાનું શરૂ કર્યું, ત્યારે કેટલાક અન્ય લોકો સીડીઓ પર ચઢી ગયા અને દિવાલ પર ચઢીને ભાગવાનો પ્રયાસ કર્યો.
(1:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
